Vadodara: ભાજપના કોર્પોરેટરની દારુ લાવવાનો ઉલ્લેખ કરતી ચેટ વાયરલ થતાં વિવાદ

|

Apr 15, 2022 | 11:19 AM

ચેટમાં ભાજપ (BJP) ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ બે પેટી દારૂ ગોરધન નામના વ્યક્તિ પાસેથી લઇ લેવાનો ઉલ્લેખ કરે છે. સાથે જ 2 પેટી બિયર અને દારૂની પેટી લેવડાવી દેવાની વાત કરી રહ્યા છે.

વડોદરા (Vadodara) માં ફરી એકવાર ભાજપ (BJP) ના કોર્પોરેટર (corporator) વિવાદમાં ફસાયા છે. વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ ચેટ બહાર આવી છે. વડોદરામાં વાયરલ થયેલી એક ચેટમાં વોર્ડ-10ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટની કેટલીક વાંધાજનક ચેટ વાયરલ થઇ છે. ચેટમાં ભાજપના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ્ટ બે પેટી દારૂ (liquor) ગોરધન નામના વ્યક્તિ પાસેથી લઇ લેવાનો ઉલ્લેખ કરે છે. સાથે જ 2 પેટી બિયર અને દારૂની પેટી લેવડાવી દેવાની વાત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે રામનવમી (Ramanavami) ની શોભાયાત્રાનું ઉમંગ બ્રહ્મભટ્ટે આયોજન કર્યું હતું.

વડોદરા શહેરમાં ત્રણ દિવસમાં બે કોર્પોરેટર વિવાદમાં આવ્યા છે. સમા વિસ્તારના માજી કોર્પોરેટર અરવિંદ પ્રજાપતિના મામાના દીકરાના લગ્ન 17મી માર્ચે સમા-સાવલી રોડ સ્થિત પાર્ટી પ્લોટમાં યોજાયા હતા. જ્યાં તેમણે રિવોલ્વરમાંથી હવામાં ફાયરિંગ કર્યું હતું. દરમિયાન તે અંગે નો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં વિવાદ સર્જાયો છે. આ સાથે તેમના દારૂની પાર્ટી કરતા હોય તેવા જુના ફોટો પણ વાઇરલ થતાં અનેક સવાલો ઉભા થયા છે. અગાઉ અરવિંદ પ્રજાપતિ ને લોકડાઉન સમયે પોલીસે લાકડી ફટકારી હતી. તેનો વિડીયો પણ વાયરલ થયો હતો. ત્યારબાદ કોર્પોરેટર ધર્મેશ પટણીએ મંદિરમાં અપશબ્દો બોલતા પુજારીએ મંદિરનું શુદ્ધિકરણ કર્યું હતું. આ સમયે ત્રિશૂલ વડે હુમલાનો આક્ષેપ પણ થયો હતો.

આ પણ વાંચોઃ Ahmedabad: રામોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હાર્દિક પટેલ સામે થયેલા કેસમાં મેટ્રો કોર્ટ આજે આપશે ચૂકાદો

આ પણ વાંચોઃ મહિસાગર જિલ્લાનું એક એવું ગામ જ્યાં બોર-કુવા છે છતાં લોકો પાણી માટે તરસે છે

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Next Video