ફરી વિદ્યાનું ધામ વિવાદમાં : MS યુનિવર્સિટીના આસિ.પ્રોફેસર પર ગંભીર આક્ષેપ, તપાસ માટે કમિટી બનાવાઇ

એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ટેક્નોલોજી ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર નિકુલ પટેલ સામે ગંભીર આરોપો લગાવ્યા છે.જેને લઈને સિન્ડિકેટ બેઠક (Syndicate committee) બોલાવવામાં આવી હતી.

ફરી વિદ્યાનું ધામ વિવાદમાં : MS યુનિવર્સિટીના આસિ.પ્રોફેસર પર ગંભીર આક્ષેપ, તપાસ માટે કમિટી બનાવાઇ
MS University Vadodara
| Edited By: | Updated on: Jul 31, 2022 | 11:20 AM

ફરી એકવાર વિદ્યાના ધામમાં શિક્ષક પર સોદાનો આરોપ લાગ્યો છે. વાત છે વડોદરાની (vadodara) પ્રખ્યાત એમ.એસ.યુનિવર્સિટીમાં (MS university) વિવાદ સર્જાયો છે. એમ.એસ.યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ટેક્નોલોજી ફેકલ્ટીના આસિસ્ટન્ટ પ્રોફેસર નિકુલ પટેલ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. જેથી સિન્ડિકેટ બેઠક (Syndicate committee) બોલાવવામાં આવી હતી. જેમાં આસિ.પ્રોફેસર નિકુલ પટેલ (Nikul Patel) સામેની તપાસ માટે કમિટી બનાવાઇ છે. મહત્વનું છે કે, આ સમિતિમાં સિન્ડિકેટ અને સેનેટ સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આરોપો મુદ્દે હવે યુનિવર્સિટીની રાજનીતી ગરમાઇ

તમને જણાવી દઈએ કે,આસિસ્ટન્ટ પ્રોફેસર નિકુલ પટેલ વિરૂદ્ધ વિદ્યાર્થીએ કરેલા આરોપો મુદ્દે હવે યુનિવર્સિટીની રાજનીતી ગરમાઇ છે.સિન્ડિકેટ સભ્ય હસમુખ વાઘેલાએ આસિસ્ટન્ટ પ્રોફેસર વિરૂદ્ધ કાર્યવાહીની માગ કરી છે.હસમુખ વાઘેલાએ (Hasmukh Vaghela) વિરોધ નોંધાવ્યો છે કે શિક્ષણના ધામમાં આવી માંગણી અને વ્યવહાર ન ચલાવી ન લેવાય.સાથે જ તેઓએ સમગ્ર મામલાની તટસ્થ તપાસ માટે સમિતિની રચના કરવાની માગ કરી હતી.જો યોગ્ય તપાસ કે કાર્યવાહી નહીં કરાય તો હસમુખ વાઘેલાએ વિદ્યાર્થીને ન્યાય અપાવવા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

Published On - 11:18 am, Sun, 31 July 22