વડોદરામાં ગુજરાતના સૌથી મોટા ઓવરબ્રિજનું CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું, બ્રિજને અટલ બ્રિજ નામ અપાયુ

|

Dec 25, 2022 | 3:46 PM

ગુજરાતના સૌથી મોટા શહેરી ઓવરબ્રિજનું આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજને અટલ બ્રિજ નામ અપાયુ છે. આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મજંયતિ નિમિતે બ્રિજને ખુલ્લો મુકાયો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આ બ્રિજ તૈયાર કરાયો છે.

વડોદરામાં ગુજરાતના સૌથી મોટા ઓવરબ્રિજનું CM ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું, બ્રિજને અટલ બ્રિજ નામ અપાયુ
Flyover Bridge in Vadodara

Follow us on

ગુજરાતના સૌથી મોટા શહેરી ઓવરબ્રિજનું આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજને અટલ બ્રિજ નામ અપાયુ છે. આજે પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મજંયતિ નિમિતે બ્રિજને ખુલ્લો મુકાયો છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના સહયોગથી આ બ્રિજ તૈયાર કરાયો છે. ગેંડા સર્કલથી મનિષા ચોકડી સુધીનો આ ફ્લાયઓવર બ્રિજ સાડા ત્રણ કિલોમીટર લાંબો છે. નિર્ધારીત સમય કરતાં આ બ્રિજ બે વર્ષ મોડો તૈયાર થયો હોવાના પણ આક્ષેપ થયા હતા. જો કે હવે બ્રિજના લોકાર્પણ સાથે જ સૌથી લાંબા ફ્લાય ઓવરને કારણે ટ્રાફિક જામની સમસ્યા હળવી થશે.

સૌથી મોટા ફ્લાયઓવરને અટલ બ્રિજનું નામ અપાયુ

આપને જણાવી દઈએ કે, ગેંડા સર્કલથી મનીષા ચોકડી સુધીના આ બ્રિજને ખુલ્લો મુકવામાં આવશે. 3.5 કિલોમીટરના ગુજરાતના સૌથી મોટા ફ્લાયઓવરને અટલ બ્રિજનું નામ આપવામાં આવ્યું છે. આ બ્રિજના લોકાર્પણ સાથે વડોદરાના સમા તળાવના કિનારે તૈયાર કરવામાં આવેલા ગાર્ડનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જયારે વડોદરાની મધ્યમાં આવેલા ન્યાય મંદિરને કોર્પોરેશનને સુપ્રત કરવામાં આવશે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

સાત જંકશન પરથી ટ્રાફિક હળવો થશે

આ સૌથી લાંબો ફ્લાય ઓવર બ્રિજ સાત જંકશન પર ટ્રાફિક ઘટાડશે. આ બ્રિજ નીચેનો વિસ્તાર સારી રીતે લેન્ડસ્કેપ કરવામાં આવ્યો છે. જ્યાં વાહનો પાર્ક કરી શકાશે. આ ફ્લાયઓવરના 136 પિલર પર વર્ટિકલ ગાર્ડન વિકસાવવામાં આવશે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના અભ્યાસ અહેવાલ બાદ ડિસેમ્બર 2016માં આ ફ્લાયઓવર બ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું. મનીષા ચોકડીથી ગેંડા સર્કલ સુધી બનેલા આ બ્રિજ પાછળ 230 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. સમગ્ર ગુજરાતમાં સૌથી લાંબો પ્રથમ એલિવેટેડ ફ્લાય ઓવર બ્રિજ છે.

આ પૂર્વે સુરતમાં વધુ એક નવા બ્રિજને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ બ્રિજ ગુજરાતનો પહેલો અને સૌથી લાંબો 2643 મીટરનો મલ્ટિલેયર ફ્લાયઓવર બ્રિજ છે.આ બ્રિજ બનવાથી સુરતના 15 લાખ લોકોને સીધો ફાયદો થયો છે. આ બ્રિજના લીધે સુરત-કડોદરા રોડ પર રીંગરોડ ફ્લાયઓવરથી સીધી રેલવે લાઇન પણ ક્રોસ કરી શકાય છે.

 

Published On - 3:45 pm, Sun, 25 December 22

Next Article