
લોન અને રોકાણના નામે છેક ચીનથી ચાલતા એક કૌભાંડનો પર્દાફાશ વડોદરામાં થયો છે. વડોદરા સાયબર ક્રાઈમે આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં 5 શખ્સોને ઝડપી પાડ્યા છે. ચાઈનીઝ સાયબર ક્રિમિનલ છેલ્લા દોઢ-બે વર્ષથી ભારતીયોને લક્ષ્યાંક બનાવી રહ્યા છે. ત્યારે વડોદરામાં ઉમંગ પટેલ નામના આરોપી મારફતે ચાલતા કૌભાંડ પરથી પોલીસે પડદો ઉઠાવી લીધો છે. આ ટોળકી મોર્ફ કરેલા બિભત્સ ફોટાને લઈને બ્લેકમેઈલ કરતી હતી. જો કે, જીતેન્દ્રકુમાર ચૌધરીએ છેતરપિંડીની ફરિયાદ કરતાં આખાય કૌભાંડનો પર્દાફાશ થયો.
આરોપી ઉમંગ પટેલ જેવા 100થી વધુ ઓપરેટરો જુદા જુદા નેટવર્ક ઓપરેટ કરે છે. ભારતમાં ગુજરાત ઉપરાંત ઓરિસ્સા, બિહાર, તેલંગાણા અને કર્ણાટકમાં પણ ચાઈનીઝ નેટવર્ક પથરાયેલું છે. આ ઘટનામાં વડોદરા સાયબર ક્રાઈમ સેલ કેન્દ્રીય એજન્સીઓની મદદથી આગળની તપાસ કરશે તેવું પણ સામે આવ્યું છે. જો કે અત્યારે ઝડપાયેલા આરોપીઓના સંખ્યાબંધ એકાઉન્ટ ખુલ્યા છે. જે અંગે દિલ્લી અને મુંબઈમાં સાયબર ક્રાઇમ સેલની ટીમોએ તપાસ આદરી છે.
આ ટોળકી કેવી રીતે કૌભાંડ આચરતી હતી તેની વિગતે વાત કરીએ તો ઈન્સ્ટન્ટ લોન અને ઈન્વેસ્ટમેન્ટના નામે લોકોને આકર્ષાતા હતા. જો કે, લોનની રકમની ભરપાઈના નામે લોકોને બ્લેકમેઈલ કરતાં ફરિયાદીએ આ એપ્લીકેશન મારફતે અઢી લાખની લોન લીધી હતી. જો કે, આરોપી ટોળકીએ 7 લાખથી વધુની રકમ વ્યાજ સહિત વસુલી. જે બાદ પણ ફરિયાદીના મોર્ફ કરેલા અશ્લીલ ફોટા વિદેશના નંબર પરથી વોટ્સએપ કરતાં હતા. અને ફરિયાદીને બ્લેઈમેઈલ કરવામાં આવતો હતો. બ્લેકમેઈલિંગથી પડાવેલા નાણા આંગડિયા મારફતે મગાવાતા હતા. જેને ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરીને કરોડો રૂપિયા ચીન મોકલાતા હતા.
આ પણ વાંચો : ડભોઈમાં કમોસમી વરસાદથી પાકને નુકસાન, ખેડૂતોની મુશ્કેલીમાં વધારો
પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી ઉમંગ પટેલ સહિત 5 લોકોને પકડી પાડ્યા છે. ઉમંગ પટેલ ધોરણ 12 નાપાસ છે. જો કે, સહકારી મંડળીઓમાં એકાઉન્ટન્ટને લગતા કામકાજ કરતો હતો. આ બાદ તે જૂન 2022થી ટેલીગ્રામ મારફતે ચાઈનીઝ લોકોના સંપર્કમાં આવ્યો હતો. તેણે અત્યાર સુધી 10 જેટલી છેતરપિંડી આચરી છે. અન્ય બે આરોપીઓ ધોરણ 10 અને ધોરણ 6 નાપાસ છે. તો એક આરોપી CA પણ છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…