Vadodara: સંબંધો થયા લોહીલુહાણ, સાળો જ બની ગયો બનેવીના જીવનો દુશ્મન અને બનેવીને ઉતારી દીધો મોતને ઘાટ, જુઓ video

|

Jun 06, 2023 | 8:22 PM

ક્રોધએ વિનાશનું મૂળ કહેવાય છે. ક્રોધને કાબુમાં ના રખાય તો ન થવાનું થઈ જાય છે. વડોદરાના ગૌત્રી વિસ્તારમાં પણ કંઇક એવું જ થયું. જ્યાં ક્રોધના કારણે સાળો જ બનેવીના જીવનો દુશ્મન બની ગયો હોવાની ઘટના બની છે. 

Vadodara: સંબંધો થયા લોહીલુહાણ, સાળો જ બની ગયો બનેવીના જીવનો દુશ્મન અને બનેવીને ઉતારી દીધો મોતને ઘાટ, જુઓ video

Follow us on

Vadodara: આપણા સમાજમાં ભાઈ બહેનના સંબંધને સૌથી પવિત્ર સંબંધ માનવામાં આવે છે. ત્યારે વડોદરાના એક ભાઈએ ભાઈ-બહેનના આ પવિત્ર સંબંધને શર્મસાર કરે તેવું કૃત્ય કરી આપણી સામાજિક વ્યવસ્થા સામે સવાલો ઉભા કરી દીધા છે. પોતાની જ પિતરાઈ બહેન સાથે લગ્ન કરવાની જીદે ચડેલા એક ભાઈની મહેચ્છા ન સંતોષાતા તેને પોતાની બહેનનો સુહાગ છીનવી લીધો છે.

ઘટના એવી હતી કે વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા સદગુરુ ફ્લેટના આ મકાનમાં ગત રોજ ખૂની ખેલ ખેલાયો હતો. હત્યારા સાહિલ રાણાએ પોતાના પરિવારના અન્ય સભ્યોની મદદથી પોતાના બનેવી ધવલ બારોટને તીક્ષ્ણ હથિયાર વડે રહેંસી નાખ્યો હતો.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઘટનાની જાણ થતાં ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચી તો હકીકત જાણી પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ગોત્રી મૃતક ધવલ બારોટ ગત રોજ પોતાની સાસરીમાં ગયા હતા. જ્યાં તેમનો સાળો સાહિલ રાણા પણ હાજર હતો. કોઈ બાબતે સાળા બનેવી વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ હસતા રમતા પરિવારમાં ખૂની ખેલ ખેલાયો હતો.

હત્યારા સાહીલ રાણાને છેલ્લા ઘણા સમયથી પોતાની જ પિતરાઈ બહેન સાથે લગ્ન કરવાની ઈચ્છા હતી. પરંતુ પરિવારના સભ્યોએ આપણા સમાજમાં બહેન સાથે લગ્ન કરવા શક્ય નથી તેમ કહી વિરોધ દર્શાવતા સાહિલ રોષે ભરાયો હતો. થોડા સમય બાદ બહેનના લગ્ન અન્ય યુવક સાથે થતાં સાહિલે નાની-નાની બાબતોમાં તકરાર કરવાનું શરૂ કર્યું હતું.

ગત રોજ જ્યારે મૃતક ધવલ બારોટ તેમની સાસરીમાં કામ અર્થે ગયો હતો, ત્યારે જૂની અદાવતને ધ્યાને રાખી સાહિલે પોતાના બનેવી ધવલ બારોટને છરી ના છથી સાત ઘા મારી દીધા હતા અને ત્યારબાદ સાહિલના પિતા બાબુ રાણા તેમજ ભાઈ ચિરાગ રાણાએ પણ ધવલ બારોટના માથે પાઇપના ફટકા મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ પણ વાંચો : પાદરાના સાઘી ગામમાં વહેલી સવારે આવેલા વાવાઝોડાથી ભારે નુકસાન, પવનને કારણે ક્વાર્ટર્સ ધરાશાયી, જુઓ Video

હાલ ગોત્રી પોલીસ દ્વારા પોતાના બનેવીની હત્યા કરનાર સાળા સાહિલ રાણા,તેમજ હત્યામાં મદદ કરનાર સાહિલના પિતા બાબુ રાણાની ધરપકડ કરવામાં આવી છે. તેમજ હત્યામાં સામેલ ચિરાગ રાણાની શોધખોળ શરુ કરી છે. હત્યાની આ ઘટના પૂર્વ આયોજિત હતી કે પછી આકસ્મિક બનેલી કોઈ ઘટના? તે જાણવું પોલીસ માટે ખૂબ જરૂરી છે.

સાથે જ ગોત્રીમાં ખેલાયેલા આ ખૂની ખેલમાં અન્ય કોઈ સામેલ છે કે કેમ? આ તમામ પ્રશ્નોના જવાબ જાણવા માટે પોલીસ દ્વારા ત્રણેય હત્યારાઓને કોર્ટ માં રજુ કરવામાં આવશે અને રિમાન્ડની માંગ કરાશે. ત્યારે પોલીસની તપાસમાં કેવા પ્રકારનાના ખુલાસા થશે તેના પર સમાજના તમામ લોકોની નજર મંડાયેલી છે.

 વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:31 pm, Mon, 5 June 23

Next Article