રાજ્યમાં દારુબંધી હોવા છતા ગુજરાતમાં દારુની રેલમછેલ જોવા મળે છે. વડોદરાના પાદરામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડા પાડ્યા છે. જેમાં પાદરા વોર્ડ નંબર-4ની મહિલા કોર્પોરેટર દિપાલી પટેલના પતિની કારમાંથી દારૂ ઝડપાયો છે. ભારતીય બનાવટના વિદેશી દારુનો જથ્થો ઝડપાયો છે. ભાવેશ પટેલ ઉર્ફ લાલુની કારમાંથી 15 પેટી દારુનો જથ્થો સ્ટેટ વિજિલન્સએ ઝડપ્યો છે.
આ પણ વાંચો : Vadodara: સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલે સર્કિટ હાઉસમાં બંધ બારણે અચાનક યોજી અલગ અલગ બેઠકો
ખુલ્લા પ્લોટમાં પડેલી કારના કાચ તોડી વિજિલન્સે દારુનો જથ્થો ઝડપ્યો હતો. વિજિલન્સ ટીમે 57,360નો ભારતીય બનાવટનો વિદેશી દારુ અને કાર મળી કુલ 1.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. બુટલેગર ભાવેશ ઉર્ફે લાલુ આરોપી ફરાર થયો છે. સમગ્ર ઘટનાની તપાસ વડુ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવી છે.
આ અગાઉ વડોદરાના ગોત્રી વિસ્તારમાં આવેલી GMERS હોસ્પિટલના કમ્પાઉન્ડમાંથી વિદેશી દારુ ઝડપાયો હતો. PCBએ બાતમી આધારે GMERS હોસ્પિટલના કમ્પાઉન્ડમાં દરોડા પાડ્યા હતા. જેમાં PCBએ વિદેશી દારૂની 8 પેટી ,કાર સાથે બે વ્યક્તિને ઝડપ્યા હતા. PCBએ 33,600 રુપિયાની દારુની બોટલ સહિત 1.69 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેમજ ગોત્રી વિસ્તારના રહેવાસી વિજય મેકવાન અને રહેતા નિકુંજ મકવાણાની ધરપકડ કરી હતી. જ્યારે અન્ય ત્રણ આરોપીને વૉન્ટેડ જોહેર કરવામાં આવ્યા હતા.
થોડા દિવસ અગાઉ રાજકોટમાં દારુની રેલમછેલ થતા પોલીસે અટકાવી હતી. રાજકોટના હીરાસર જીઆઇડીસીમાં બે ટ્રકમાંથી 1500 પેટી દારુ પોલીસે ઝડપ્યો હતો. ઝડપાયેલા દારૂની કિંમત 80 લાખથી વધુ હોવાનું અનુમાન લગાવામાં આવ્યું હતું. એરપોર્ટ પોલીસ અને સ્ટેટ મોનિટરિંગ સેલે એક જ વિસ્તારમાં 2 અલગ અલગ સ્થળે કાર્યવાહી કરવામાં આવી હતી. બંને ટ્રકના ડ્રાઇવરોની અટકાયત કરવામાં આવી હતી. ભૂંસાની ગુણીની આડમાં દારૂની હેરાફેરી થતી હતી.પંજાબથી દારૂ આવ્યો હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું હતું. એક ટ્રક ગુજરાત પાસિંગનો હતો જ્યારે બીજો ટ્રક રાજસ્થાન પાસિંગની હોવાનું સામે આવ્યું હતુ.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 11:33 am, Fri, 7 April 23