Breaking News: વડોદરામાં SSG હોસ્પિટલમાં સારવાર લેતા 68 વર્ષિય કોરોના પોઝિટીવ દર્દીનું મોત

Vadodara: વડોદરામાં SSG હોસ્પિટલમાં સારવાર લેતા 68 વર્ષિય કોરોના પોઝિટીવ દર્દીનું મોત નિપજ્યુ છે. દર્દીને ટીબી, અસ્થમા અને હાઈપર ટેન્શનની બીમારી હતી. 8 મહિનાથી તેમની ટીબીની સારવાર ચાલી રહી હતી.

Breaking News: વડોદરામાં SSG હોસ્પિટલમાં સારવાર લેતા 68 વર્ષિય કોરોના પોઝિટીવ દર્દીનું મોત
| Edited By: | Updated on: Mar 21, 2023 | 10:28 AM

વડોદરામાં SSG હોસ્પિટલમાં સારવાર લેતા 68 વર્ષિય કોરોના પોઝિટીવ દર્દીનું મોત નિપજ્યુ છે. શહેરના પાણીગેટ વિસ્તારમાં રહેતા 68 વર્ષિય વૃદ્ધ કોમોર્બીડ હતા. તેઓ ટી.બી. અસ્થમાં અને હાઈપર ટેન્શનની બીમારીથી પીડાતા હતા. છેલ્લા 8 મહિનાથી તેમની ટીબીની સારવાર ચાલી રહી હતી. તેમને SSG હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર અપાઈ રહી હતી. તેમના મોતનું સ્પષ્ટ કારણ જાણવા માટે ડેથ ઓડિટ કમિટીને તબીબોએ રિપોર્ટ સબમિટ કર્યો છે. શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ દર્દીની સંખ્યા 35 છે.

રાજ્યમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ છે. 20 માર્ચે ગુજરાતમાં કોરોનાના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. જેમાં 20 માર્ચના રોજ નવા 118 કેસ નોંધાયા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસ 810એ પહોંચ્યા છે. અમદાવાદમાં 52, રાજકોટમાં 12, સુરતમાં 12, વડોદરામાં 7, સાબરકાંઠામાં 5, વડોદરા ગ્રામ્યમાં 5, મહેસાણામાં 03, રાજકોટ જિલ્લામાં 3  કેસ નોંધાયા છે.

જ્યારે અમદાવાદ જિલ્લામાં 02 કેસ તથા આણંદમાં 02 , ભાવનગર કોર્પોરેશનમાં 02, મહિસાગરમાં 02, નવસારીમાં 02, અમરેલી 01, અરવલ્લીમાં 01, ભરૂચમાં 01, ભાવનગરમાં 01, કચ્છમાં 01, મોરબીમાં 01, પોરબંદર 01, સુરેન્દ્રનગરમાં 01, વલસાડમાં 01 કેસ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 99.07 ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે 48 દર્દી સાજા થયા છે.

19 માર્ચે નોંધાયેલા કેસ પર નજર કરીએ. જેમા રવિવારે નવા 133 કેસ નોંધાયા. જેમા અમદાવાદમાં 70, મહેસાણામાં 16,સુરત 08, રાજકોટમાં 06, વડોદરામાં 06, રાજકોટ જિલ્લામાં 05,ભરૂચમાં 03, વલસાડમાં 03, ભાવનગરમાં 02, ગાંધીનગરમાં 01, ગીર સોમનાથમાં 01, જામનગરમાં 01, મહીસાગરમાં 01, મોરબીમાં 01 અને  સુરેન્દ્રનગરમાં 01 કેસ નોંધાયો છે. જ્યારે રાજ્યમાં કોરોના રિકવરી રેટ 99.08 ટકા થયો છે. જ્યારે કોરોનાથી આજે 48 દર્દી સાજા થયા છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી.

કોવિડ અને ઈન્ફલ્યુએન્ઝા ઈન્ફેક્શન એક સાથે થઈ શકે છે, પરંતુ આવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. હા, પરંતુ જો કોઈ વ્યક્તિ આ બંને વાયરસથી એકસાથે સંક્રમિત થાય છે, તો તેની સ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે. તેનાથી બચવાનો ઉપાય એ છે કે જો ત્રણ દિવસથી વધુ સમયથી ઉધરસ, શરદી કે તાવની ફરિયાદ રહે તો ડોક્ટરને બતાવો.

કેવી રીતે બચાવ કરવો

1. માસ્ક પહેરો

2. ભીડવાળા વિસ્તારોમાં ન જાઓ

3. હાથની સ્વચ્છતાનું ધ્યાન રાખો

4. ફલૂના લક્ષણો ધરાવતા દર્દીના સંપર્કમાં ન આવો

 

Published On - 9:57 am, Tue, 21 March 23