Vadodara : વડોદરાના ઓલ્ડ પાદરા રોડ પર વિદેશી સિગારેટ(Cigarettes) વેચતા પાનના ગલ્લાના સંચાલકની વડોદરા SOG એ ધરપકડ કરી વિદેશી સિગારેટનો જથ્થો કબ્જે કર્યો છે.હેલ્થ વોર્નિંગ વિના સિગારેટ વેચવી એ ગુનો બને છે. જેમાં સંસ્કારી નગરી કહેવાતી શિક્ષણ અને કલાનગરી વડોદરામાં ડ્રગ્સનું દુષણ બેફામ રીતે ફુલી ફાલી રહ્યું છે ત્યારે વડોદરા શહેર એસઓજી દ્વારા શહેરને નશા મુકત બનાવવા છેડેલ અભિયાન અંતર્ગત વડોદરા શહેરમાં નશીલા પદાર્થોનું વેચાણ કરતા અથવા આવા જ પદાર્થોની લે વેચ સાથે સંકળાયેલા તત્વો ઉપર ભીંસ વધારવામાં આવી છે.
જેમાં આવી જ રીતે છેલ્લા કેટલાક સમયથી વડોદરા શહેરમાં ઇ- સિગારેટ તથા વિદેશી સિગારેટ વેચતા હોય તેવા તત્વો ઉપર ખાસ નજર રાખવામાં આવી રહી છે .ગેરકાયદેસર રીતે સિગારેટનું વેચાણ કરતા આવા તત્વો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા પોલીસ કમિશનર શમશેરસિંહ દ્વારા આપવામાં આવેલા આદેશને પગલે વડોદરા શહેર એસઓજી દ્વારા ઇ સિગારેટ વેચતા તત્વો અને વિદેશી સિગારેટ વેચતા તત્વો ઉપર વોચ રાખવામાં આવી રહી છે.
જે અંતર્ગત શહર SOGને બાતમી મળી હતી કે ઓલ્ડ પાદરા રોડ ઉપર આવેલ ઠાકોર પાન હાઉસ નામના પાનના ગલ્લા ઉપર મોટા પ્રમાણમાં વિવિધ બ્રાન્ડની વિદેશી સિગારેટ વેચવામાં આવે છે અને તેની ઉપર નિયમ અનુસાર હેલ્થ વોર્નિંગ આપવામાં આવી નથી વડોદરા શહેર એસઓજીની ટીમે ઠાકોર પાન હાઉસ પર દરોડો પાડીને આવી જ હેલ્થ વોર્નિંગ વિના વેચવામાં આવતી વિદેશી સિગારેટનો રૂપિયા 5520 નો જથ્થો કબ્જે કર્યો હતો.
વડોદરાના મુજ મહુડામાં આવેલ ધિયા પાર્કમાં રહેતા ઠાકુર પાન હાઉસ ના મલિક રાજેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ હરિસિંહ રાજપુત વિરુદ્ધ વડોદરા શહેર SOG દ્વારા ધ સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ 2003ની કલમ 7,8,9,20 મુજબ જે પી રોડ પોલીસ મથકે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:46 pm, Sun, 9 July 23