મધ્ય પ્રદેશમાં આયોજિત એક કાર્યક્રમમાં RSSના એક કાર્યકર દ્વારા બજેટ અંગે તેઓની ટિપ્પણી માંગતા આ અંગે પોતાની લાક્ષણિક અદામાં ઉદાહરણ ટાંકતા કુમાર વિશ્વાસ દ્વારા RSS અને ડાબેરીઓ અંગે વિવાદાસ્પદ શબ્દો ઉચ્ચાર્યા હતા. જોકે વડોદરા ખાતેનો કાર્યક્રમ અગાઉથી જ નિર્ધારિત હતો. એમ એસ યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય RSSના સ્વયંસેવક અને ભાજપના અગ્રણી જીગર ઈનામદાર દ્વારા સંચાલિત સમન્વય પ્રતિષ્ઠાન અને એક ખાનગી કંપની દ્વારા આગામી ત્રીજી અને ચોથી માર્ચના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે કુમાર વિશ્વાસના “અપને અપને શ્યામ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું,
કુમાર વિશ્વાસ દ્વારા અત્યાર સુધી મર્યાદા પરુષોત્તમ રામ ઉપર “અપને અપને રામ” કાર્યક્રમ નું આયોજન થતું હતું હવે ભગવાન શ્રીકૃષ્ણ ની કથા “અપને અપને શ્યામ” શિર્ષક તળે નવી શૃંખલા શરૂ કરવામાં આવી છે. આ નવી શરૂઆત આગામી 3જી અને ચોથી માર્ચથી વડોદરાથી શરૂ કરવાનું આયોજન હતું. પરંતુ કુમાર વિશ્વાસના વિવાદાસ્પદ નિવેદનને કારણે આ નવી પહેલ શરૂ થતાં પહેલાજ અટકી ગઈ.
વડોદરા ખાતેના કાર્યક્રમ પૂર્વ વિવાદાસ્પદ નિવેદનને કારણે આ કાર્યક્રમ થશે કે નહીં થાય તેના પર અનિશ્ચિતતા સર્જાઈ હતી અને આખરે એજ થયું કાર્યક્રમ રદ્દ કરવાની આયોજકોને ફરજ પડી. આ કાર્યક્રમ રદ્દ કરવાની જાહેરાત માટે આયોજિત પ્રેસ કોન્ફ્રન્સમાં સમન્વયના જીગર ઇનામદારે જણાવ્યું કે “અપને અપને શ્યામ”કાર્યક્રમ થાય અને વડોદરામાં થાય તેવો કુમાર વિશ્વાસનો આગ્રહ હતો, પરંતુ છેલ્લા બે ત્રણ દિવસના ઘટનાક્રમને કારણે અંતે આ કાર્યક્રમ રદ્દ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે.
જીગર ઇનામદારે વધુમાં જણાવ્યું કે Rss સાથે કિશોર અવસ્થા સાથે જોડાયેલો છું. ઘણી વખત એવું બનતું હોય છે કે સાર્વજનિક જીવનમાં રાષ્ટ્ર માટે, વિચારધારા માટે માતૃ સંસ્થા માટે કઠોર નિર્ણયો લેવા પડતા હોય છે Rss દ્વારા છેલ્લા 97 98ના વર્ષમાં સમર્પિત કાર્યકર્તા આપ્યા અને કાર્યકર્તાઓએ રાષ્ટ્ર માટે પોતાનું જીવન ખપાવ્યું છે. એમાંના જ એક સ્વયંસેવક આજે સમગ્ર દેશનું નેતૃત્વ કરી રહ્યા છે, વિશ્વમાં દેશને અગ્રેસર કરી રહ્યા છે.
જિગર ઇનામદારે જણાવ્યું કે આ પુણ્ય નું કાર્ય હતું.52648 લોકો નું રજિસ્ટ્રેશન થઈ ચૂક્યું હતું અત્યારે 53 54 હજાર સુધી આંકડો પહોંચી ચુક્યો હશે ,4 લાખ લોકો સુધી પહોંચવાનું વિશેષ આયોજન હતું,ક્યારેય અમુક બાબતો સ્વીકાર્ય ન હોય RSS ના સ્વંયસેવક તરીકે હું વ્યથિત છું , વિરોધ વધે ના વધે તેનો વિચાર નથી કર્યો,આક્રોશમાં નિર્ણય નથી લીધો. વડીલો મિત્રો સાથે પુખ્ત વિચારણાના અંતે આ કાર્યક્રમ રદ્દ કરવાનો નિર્ણય લીધો છે.
આ પણ વાંચો: વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સતીષ નિશાળીયાની તાજપોશી, રાજકીય સમીકરણો બદલાવવાના એંધાણ
કવિ કુમાર વિશ્વાસના દેશ વિદેશમાં કવિ સંમેલનો સહિત વિવિધ કાર્યક્રમો યોજાતા હોય છે. તેઓના એક કાર્યક્રમની ફી અંદાજીત 20 થી 25 લાખ રૂપિયા હોય છે. વડોદરા ખાતેના કાર્યક્રમ માટે તેઓ કેટલા રૂપિયા લેવાના હતા તે જાણી શકાયું નથી, પરંતુ વડોદરાના નવલખી ગ્રાઉન્ડ ખાતે આયોજિત કાર્યક્રમનું બજેટ અંદાજે 35 થી 40 લાખ અંદાજવામાં આવ્યું હતું. જેમાં સ્ટેજ ફરાસખાના, લાઈટ સાઉન્ડ સિસ્ટમથી લઈ પ્રચાર પ્રસારના ખર્ચનો સમાવેશ થાય છે.