vadodara : નડાબેટ સરહદે નવા આકર્ષણનો ઉમેરો, વડોદરાના કલાકારે અદભૂત સ્ટેચ્યૂ તૈયાર કર્યા

|

Aug 13, 2021 | 6:53 PM

પંજાબની વાઘા બોર્ડરની જેમ બનાસકાંઠાની નડાબેટ સરહદે સતત નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યાં છે. નડાબેટની ભારત-પાકિસ્તાન સરહદે BSF જવાનોના 28 સ્ટેચ્યૂ મુકવામાં આવશે.

vadodara : પંજાબની વાઘા બોર્ડરની જેમ બનાસકાંઠાની નડાબેટ સરહદે સતત નવા આકર્ષણો ઉમેરવામાં આવી રહ્યાં છે. નડાબેટની ભારત-પાકિસ્તાન સરહદે BSF જવાનોના 28 સ્ટેચ્યૂ મુકવામાં આવશે. વડોદરાના 14 કલાકારે એક મહિનામાં 28 સ્ટેચ્યૂનું નિર્માણ કર્યું છે. નડાબેટ સરહદે BSF જવાનોનું માર્ચ પાસ્ટ, ધ્વજવંદનની સાથે જ આવા અદભૂત સ્ટેચ્યૂથી નવું નજરાણું ઉમેરાયું છે. ભારત-પાકિસ્તાન સરહદે તેને નીહાળવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચશે. આઝાદીનો પર્વ નજીક છે. ત્યારે દેશવાસીઓ પોતાનો દેશપ્રેમ અલગઅલગ રીતે દર્શાવી રહ્યાં છે. ત્યારે કલાકારો પણ પોતાની રીતે દેશસેવામાં અનોખું યોગદાન આપી દેશપ્રેમ દર્શાવી રહ્યાં છે. જે વડોદરાના આ કલાકાર જીવતું જાગતું ઉદાહરણ બન્યા છે.

 

Next Video