Vadodara: રખડતા શ્વાને ઘોડિયામાં ઉંઘતી બાળકીનું માથુ ફાડી ખાધુ, બાળકીની હાલત ખૂબ જ ગંભીર

|

Jul 04, 2022 | 9:24 AM

વડોદરાના (Vadodara) સમતા વિસ્તારમાં હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. પોતાના જ ઘરમાં બાળકીને સુવાડીને ઘરકામે વળગવુ એક માતા માટે ભારે પડ્યુ છે.

Vadodara: રખડતા શ્વાને ઘોડિયામાં ઉંઘતી બાળકીનું માથુ ફાડી ખાધુ, બાળકીની હાલત ખૂબ જ ગંભીર
(Symbolic Image)

Follow us on

વડોદરામાં ( Vadodara) રખડતા ઢોર બાદ હવે રખડચા શ્વાનનો (Dog)  ત્રાસ સામે આવ્યો. વડોદરામાં રુંવાટા ઊભા કરી દેનારી ઘટના ઘટી છે. રખડતા શ્વાને ઘરમાં ઘૂસીને ઘોડિયામાં સૂઈ રહેલી પાંચ મહિનાની બાળકી પર હુમલો (Attack) કર્યો છે. એટલુ જ નહીં આ શ્વાને બાળકીનું માથુ ફાડી નાખીને તેનું લોહી ચાટવા લાગ્યું હતું. આ અરેરાટીભરી ઘટના વડોદરામાં સમતા વિસ્તારના વૈકુંઠ ફ્લેટમાં બની છે. ઘટના બાદ બાળકીનો સમગ્ર પરિવાર શોકમય બન્યો છે.

5 મહિનાની બાળકીના માથા પર 15 ટાંકા

વડોદરાના સમતા વિસ્તારમાં હૈયુ હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. પોતાના જ ઘરમાં બાળકીને સુવાડીને કામે વળગવુ એક માતા પર ભાહરે પડ્યુ છે. વૈકુંઠ ફ્લેટમાં માતા પાંચ મહિનાની બાળકીને ઘોડિયામાં સૂવાડી બાજુમાં આવેલા નળમાં પીવાનું પાણી ભરવા ગઈ હતી. પાંચ મિનિટ બાદ પાણી ભરીને માતા પરત ફરી તો ઘરમાં ડરામણું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી. ઘરનો દરવાજો ખુલ્લો જ રહી જતા રખડતું શ્વાન ઘરમાં ઘૂસી આવ્યું અને બાળકી પર જીવલેણ હુમલો કર્યો હતો.

આ દ્રશ્ય જોઇને માતા  એકદમ ગભરાઇ ગઇ હતી અને એ શ્વાનને પરાણે દૂર કરીને બાળકીને તેડી લીધી હતી. જે પછી આ બાળકીને ગંભીર હાલતમાં વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી હતી. 5 મહિનાની ફૂલ જેવી બાળકીના માથે  શ્વાને કરેલા હુમલા બાદ  15 ટાંકા આવ્યા છે. આ બાળકીની તબીબોની દેખરેખ હેઠળ હાલ સારવાર ચાલી રહી છે. માતા અને તેની આસપાસ રહેતા લોકો બાળકી જલ્દી જ સ્વસ્થ થઇ જાય તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ગત મહિને પણ આવી જ એક ઘટના બની હતી

વડોદરામાં રખડતા શ્વાનના આતંકની ઘટનાઓ સતત વધી રહી છે. વડોદરાના સુંદરપુરા ગામમાં ગત મે મહિનામાં ઘર પાછળ રમતી 7 વર્ષની બાળકી પર શ્વાને હુમલો કરીને હાથનો અંગૂઠો કરડી ખાધો હતો. તો વડોદારના હરણીના સવાદ ક્વાર્ટરમાં શ્વાને 5 લોકોને બચકા ભર્યા હતા. વડોદરા શહેર અને જિલ્લામાં રખડતા શ્વાન લોકો માટે જોખમરૂપ બન્યા છે. ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને રખડતા શ્વાનને પુરવા કે રસીકરણ કરવા મોટાપાયે પ્રયાસ હાથ ધરવા જોઈએ.

Next Article