Vadodara : રાજયમાં લોકડાઉન કે કર્ફ્યૂમાં વધારો કરાય તેવી કોઇ જ પરિસ્થિતિ નથી : નીતિન પટેલ

|

Apr 03, 2021 | 7:51 PM

Vadodara : વધી રહેલા કોરોનાના કેસો અને કથળી રહેલી સ્થતિની સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે વડોદરા સર્કિટ હાઉસ ખાતે બે અલગ અલગ મિટિંગો કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

Vadodara : વધી રહેલા કોરોનાના કેસો અને કથળી રહેલી સ્થતિની સમીક્ષા માટે નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિન પટેલે વડોદરા સર્કિટ હાઉસ ખાતે બે અલગ અલગ મિટિંગો કરી પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

 

 

પ્રથમ મિટિંગ વિધાનસભાના અધ્યક્ષ,મંત્રી યોગેશ પટેલ સહિતના ધારાસભ્યો,સાંસદ રંજન ભટ્ટ, મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન સહિત ના ભાજપના પદાધિકારીઓ સાથે બેઠક કરી,બીજી બેઠક કોવિડ osd ડ્રો વિનોદ રાવ આરોગ્ય વિભાગના કમિશનર ,જિલ્લા કલેકટર,જિલ્લા વિકાસ અધિમારી,મ્યુનિસિપલ કમિશનર,પોલીસ કમિશનર, આરોગ્ય વિભાગના અધિકારીઓ,સરકારી હોસ્પિટલના અધિકારીઓ સાથે યોજી હતી.

બપોરે 12 .20 મિનિટે પ્રથમ બેઠક શરૂ થઈ અને લગભગ સવા ત્રણ વાગે બીજી બેઠક પુરી થઈ હતી. સળંગ બે મેરેથોન બેઠકો દરમ્યાન લેવાયેલા નિર્ણયોની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકર પરિષદમાં જાહેરાત કરી. જે દર્દીઓ ઘરે બેઠા સારવાર લઈ સ્વસ્થ થઈ શકતા હોય તેવા દર્દીઓને બિનજરૂરી રીતે પૈસા કમાવવા અને વીમાનો લાભ લેવા કે અપાવવા દાખલ કરવામાં આવતા હોય તેવી હોસ્પીટલના સંચાલકો અને ડોકટરો વિરુદ્ધ એપેડેમીક એકટ મુજબ કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી.

જે દર્દીઓને કોરોનાના સામાન્ય લક્ષણો હોય પરંતુ નાનું ઘર કે ઝૂંપડું ધરાવતા હોય તેવા દર્દીઓને સારવાર માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 4 અતિથિ ગૃહોને કોવિડ કેર સેન્ટમાં ફેરવવાની જાહેરાત કરી. ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવશે અને દરેક વિધાનસભા ક્ષેત્ર દીઠ બે એવા સ્થળો કે જયાં લોકોની અવરજવર વધુ હોય તેવા ભીડભાડવાળા સ્થળો પર લોકો એન્ટીજન ટેસ્ટ અને રેપીડ ટેસ્ટ કરાવી શકે તે માટે બે બે કેમ્પ ઉભા કરવામાં આવશે. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ સેવાઓ આપશે.

વડોદરામાં જે લેબોરેટરીના સંચાલકો વધુ ચાર્જ વસુલતા હોય તેવી લેબોરેટરીના સંચાલકો વિરુદ્ધ કલેકટર કે મ્યુનિસપિલ કમિશનર ને સામાન્ય નાગરિકો ફરિયાદ કરશે તો લેબોરેટરી બંધ કરવા સુધી ની કાર્યવાહીની ચીમકી નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ઉચ્ચારી. મહારાષ્ટ્રમાં લોકડાઉન લાવવી પડે તેવી પરિસ્થિતિ છે પરંતુ ગુજરાતમાં લોકડાઉન કે કરફ્યુ વધારવા જેવી હાલ પરિસ્થિતિ નહીં હોવાનું મંત્રી નીતિન પટેલે જણાવ્યું.

કોરોનાના અને મોતના આંકડા છુપાવવામાં આવતા હોવાના આક્ષેપોને ફગાવતા નીતિન પટેલે જણાવ્યું કે ભારત સરકાર ની માર્ગદર્શિકા મુજબ ડેથ ઓડિટ કમિટી નક્કી કરે છે તેને કોવિડ ના મૃતક જાહેર કરવામાં આવે છે. પરંતુ અન્ય ગંભીર બીમારી થી પીડાતા દર્દીને જો કોરોનાની સારવાર આપવામાં આવી હોય તો તેની અંતિમ વિધિ કોવિડ પ્રોટોકોલ મુજબ કરવામાં આવે છે.

વડોદરા સહિત રાજ્યમાં વધી રહેલ કોરીના ના કેસો માટે રાજકીય ધાર્મિક કે સામાજિક મેળાવડા જવાબદાર નથી. પરંતુ છતાં રાજકારણીઓ અને ભાજપના આગેવાનોને જનસમુહ એકત્ર થાય તેવા રાજકીય મેળવડા નહીં કરવા શીખ આપી હતી સાથેજ પ્રજાને ને માસ્ક પહેરવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવા જેવા કોવિડ 19 ના નિયમોનું પાલન કરવા અપીલ કરી હતી.

રાજ્ય અન્ય જિલ્લાઓની સરખામણીએ વડોદરામાં કોવિડ રસીકરણની સર્વશ્રેષ્ઠ કામગીરી થઈ હોવાનું જણાવી રાજ્યમાં વડોદરાનો નમ્બર બીજા ક્રમે હોવાનું કહી શ્રેષ્ઠ રસીકરણ કામગીરી માટે વડોદરાની વહીવટી ટીમની કામગીરી બિરદાવી હતી.

Next Video