વડોદરા : રખડતા ઢોરનો આતંક, નવા યાર્ડ વિસ્તારમાં એક વૃદ્ધા પર ગાયનો હુમલો

|

Oct 26, 2021 | 4:14 PM

ડોદરાને રખડતી ગાયોથી મુક્ત કરવાની સત્તાધીશોની મોટી જાહેરાતો વચ્ચે આજે વધુ એક ઘટનાએ તંત્રની કામગીરીની પોલ ખોલીને મૂકી દીધી છે. હજુ ગઈકાલે જ મધુબેન સોલંકી નામની મહિલાને ગાયે શિંગડું મારતાં તેમનો પગે મોટી ઈજા થઈ હતી.

વડોદરામાં રખડતા ઢોરનો આતંક વધી રહ્યો છે. આજે ઢોરના આતંકની વધુ એક ઘટના નવાયાર્ડ વિસ્તારમાં ઘટી છે. જ્યાં એક વૃદ્ધાને ગાયે શિંગડું મારતા તેમને ઈજા પહોંચી છે. તેઓ ગાયને ખવડાવવા ઘરની બહાર નીકળ્યા હતા તે દરમિયાન ગાયે શિંગડું માર્યું હતું. વડોદરાને રખડતી ગાયોથી મુક્ત કરવાની સત્તાધીશોની મોટી જાહેરાતો વચ્ચે આજે વધુ એક ઘટનાએ તંત્રની કામગીરીની પોલ ખોલીને મૂકી દીધી છે. હજુ ગઈકાલે જ મધુબેન સોલંકી નામની મહિલાને ગાયે શિંગડું મારતાં તેમનો પગે મોટી ઈજા થઈ હતી. જે બાદ ભાજપના પ્રદેશ પ્રમુખે મેયરને ટકોર કરી હતી કે બેઠકો બંધ કરીને ઠોસ કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આજે ફરી મેયર કેયુર રોકડીયાનો રખડતાં ઢોરોનો ત્રાસ દૂર કરવાનો દાવો પોકળ સાબિત થયો છે.

નોંધનીય છેકે આગામી 10 દિવસમાં વડોદરામાંથી રખડતા ઢોરની સમસ્યા દૂર થવી જોઇએ. વડોદરાના મેયર કેયુર રોકડિયાને આ અલ્ટિમેટમ આપ્યું છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે. એક જાહેર કાર્યક્રમમાં મંચ પરથી પાટીલે મેયર કેયુર રોકડિયાને મોટી ટકોર કરી. પાટીલે કહ્યું, કે મેયર કેયુર રોકડિયા યુવાન હોવાથી જોરદાર કામ કરશે તેવી આશા હતી, પણ તેઓ ધીમી ગતિએ કામ કરી રહ્યા છે. પાટીલે ટકોર કરી કે ધીમુ કામ નહીં ચાલે. પાટીલે રીતસર અલ્ટિમેટમ આપતા ટકોર કરી કે, 10 દિવસમાં પ્રશ્નનો ઉકેલ લાવો, નાગરિકો મને ફોન કરવા જોઇએ કે પ્રશ્ન ઉકેલાઇ ગયો,જોકે તેઓએ મેયરને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું કે પશુપાલકો સાથે બેઠક બંધ કરો, અને પરિણામ આપો.

Next Video