શિવાંશની માતા હિનાના હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાશે: જાણો પાડોશીએ શું કહ્યું

|

Oct 10, 2021 | 7:56 PM

ગાંધીનગરમાં મળેલા માસુમ શિવાંશના માતાની હત્યા બદલ સચિન દિક્ષિત સામે હત્યાનો કેશ નોંધવામાં આવશે. ત્યારે વડોદરામાં તેમની ઘરની બાજુમાં રહેતા મહિલાએ તેમના વિશે માહિતી આપી.

શિવાંશની માતા હિના ઉર્ફ મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાશે. હિનાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે. FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી. સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી છે. વડોદરામાં તપાસ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિતને લઇને ગાંધીનગર માટે રવાના થઇ હતી.

તો બીજી તરફ હિના અને સચિન વડોદરામાં જ્યાં રહેતા હતા, ત્યાંના પાડોશીનું કહેવું છે કે, તેઓ 2 મહિનાથી જ અહીંયા રહેવા આવ્યા હતા. અને ક્યારેય બંને વચ્ચે ઝઘડો થયો હોય તેવું લાગ્યું નથી. પાડોશી મહિલાએ કહ્યું કે, તેઓ તેમના ઘરનો દરવાજો હંમેશા બંધ જ રાખતા અને કોઇ સાથે વાતચીત કરતા ન હતા.

જાહેર છે કે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં મળેલા માસુમ શિવાંશના માતા-પિતા તો મળી ગયા પણ આ ઘટના પાછળ હત્યાની ઘટનાનો એટલો મોટો ખુલાસો થયો છે. શિવાંશના પિતા સચિન દીક્ષિત (Sachin Dixit) છે, પણ શિવાંશ સચિન દીક્ષિતની પત્ની નહીં પરંતુ પ્રેમિકા મહેંદી (Mahendi Pethani)નો પુત્ર છે. નિર્દયી સચિને શિવાંશને તરછોડ્યો, પણ એ પહેલા તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી હતી. હીનાનો મૃતદેહ તેના ફ્લેટમાં જ મળ્યો છે. સમગ્ર મામલે ચોંકાવનારા ખુલાસા થઇ રહ્યા છે. ત્યારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

 

આ પણ વાંચો: શિવાંશની મૃતક માતા મહેંદીના મુળ ગામ કેશોદથી માહિતી આવી સામે, પરિવારજનોએ આપી પ્રતિક્રિયા

આ પણ વાંચો: શિવાંશ કેસમાં મોટો ઘટસ્ફોટ, પિતા સચિને જ ગળું દબાવી માતા મહેંદીની હત્યા કરી હોવાનો ખુલાસો

Next Video