વડોદરા : RTO અને પોલીસ દ્વારા વાહન નિયમ ભંગના 1,289 કેસોમાં રુ.37 લાખની વસૂલાત, જિલ્લા કક્ષાની રોડ સેફટી કાઉન્સીલની બેઠક મળી

કલેકટરએ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃત્તિ આવે તે માટે જનજાગૃત્તિ અભિયાન હાથ ધરવા જણાવ્યુ હતુ.

વડોદરા : RTO અને પોલીસ દ્વારા વાહન નિયમ ભંગના 1,289 કેસોમાં રુ.37 લાખની વસૂલાત, જિલ્લા કક્ષાની રોડ સેફટી કાઉન્સીલની બેઠક મળી
રોડ સેફટી કાઉન્સીલની બેઠક
| Edited By: | Updated on: Nov 20, 2021 | 3:40 PM

વડોદરા કલેકટર કચેરી ખાતે જિલ્લા કક્ષાની રોડ સેફટી કાઉન્સીલની બેઠક કલેકટર આર.બી. બારડના અધ્યક્ષસ્થાને મળી હતી. કલેકટર આર.બી. બારડે જણાવ્યુ કે, વડોદરા જિલ્લામાં અકસ્માતોનું પ્રમાણ નિવારવા માટે જિલ્લામાં વિવિધ ૧૭ બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી છે. જિલ્લાના મુખ્ય રસ્તાઓનું રોડ સેફટી ઓડિટ કરવા સાથે બ્લેક સ્પોટની ખામીઓ દૂર કરવા અંગે આરટીઓ, પોલીસ, માર્ગ મકાન અને નેશનલ હાઇ-વે ઓથોરિટી દ્વારા જરુરી પગલાઓ લેવામાં આવ્યા હોવાનું તેમણે ઉમેર્યુ હતુ.

જિલ્લા કક્ષાની રોડ સેફટી કાઉન્સીલની બેઠક મળી, આરટીઓ અને પોલીસ દ્વારા વાહન નિયમ ભંગના ૧,૨૮૯ કેસોમાં રુ.૩૭ લાખની વસૂલાત

કલેકટરએ સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ અને નાગરિકોમાં માર્ગ સલામતી અંગે જાગૃત્તિ આવે તે માટે જનજાગૃત્તિ અભિયાન હાથ ધરવા જણાવ્યુ હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે, આરટીઓ અને પોલીસ દ્વારા ઓકટોબર માસ દરમિયાન ઓવરલોડ, ઓવરડાયમેન્શન, સીટબેલ્ટ, હેલ્મેટ, રજિસ્ટ્રેશન ડ્રાઇવીંગ લાયસન્સ, નંબર પ્લેટ, પીયુસી, નો-પાર્કિંગ, વધુ ગતિ અને અન્ય સહિત કુલ ૧,૨૮૯ કેસોમાં રુ.૩૭ લાખની વસૂલાત કરવામાં આવી હતી. ઓકટોબર માસ દરમિયાન ૪૧ ડ્રાઇવીંગ લાયસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા ૧૭ બ્લેક સ્પોટની ઓળખ કરવામાં આવી છે : કલેકટર આર.બી. બારડ

ઇન્ચાર્જ આરટીઓ એ. એ.પઠાણે વડોદરા જિલ્લામાં માર્ગ અકસ્માતો ઘટાડવા અંગે કરવામાં આવેલી કામગીરીની વિગતો આપી હતી. કાઉન્સીલના સભ્ય સત્યેન કુલાબકરે હિટ એન્ડ રન કેસમાં સોલીશયન ફંડ સ્કીમ હેઠળ રુ.૫૦ હજારનું વળતર આપવામાં આવે છે એવી જાણકારી આપતા જણાવ્યું કે, રાજય સરકાર દ્વારા આરટીઓની મહત્તમ કામગીરી ફેસલેસ કરવામાં આવી છે. ત્યારે આ અંગેની માહિતી નાગરિકો સુધી પહોંચે તે માટે જરુરી સૂચન કરી એમ. એસ. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ રોડ સેફટી અંગે જાગૃત્તિ લાવવાની કામગીરીમાં સહયોગ લેવા જણાવ્યું હતુ. આ બેઠકમાં સમિતિના સભ્યો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો : કરતારપુર ગુરુદ્વારા પહોચેલા નવજોતસિંહ સિદ્ધુનુ વિવાદાસ્પદ નિવેદન, કહ્યુ ઈમરાનખાન મારા મોટાભાઈ, પાકિસ્તાન તરફથી મને બહુ પ્રેમ મળ્યો

આ પણ વાંચો : Tim Paine Scandal: ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે ટિમ પેનના ભવિષ્ય માટે ખરાબ સંકેત આપ્યા, કહ્યુ પહેલા ખબર નહોતી નહિંતર કેપ્ટન ના હોત