VADODARA : MS યુનિવર્સિટીના સંશોધકોને Obesity કન્ટ્રોલ કરવાની દવા શોધવામાં મળી સફળતા

|

Nov 24, 2021 | 1:07 PM

એમએસના ફાર્મસી ડિપાર્ટમેન્ટના ફાઉન્ડર ડિન પ્રોફેસર એમઆર યાદવ અને તેઓની ટીમ અંદાજે 10 વર્ષથી એવી દવાનું સંશોધન કરી રહ્યા છે કે જેનાથી ઓબેસિટી એટલે કે જાડાપણું કાબુમાં આવી શકે.

VADODARA : MS યુનિવર્સિટીના સંશોધકોને Obesity કન્ટ્રોલ કરવાની દવા શોધવામાં મળી સફળતા
ઓબેસિટીની દવાનું સંશોધન

Follow us on

ઓબેસિટી (Obesity ) એટલે કે જાડાપણું એ આજના વ્યસ્ત અને ભાગદોડવાળા જીવનમાં ગંભીર સમસ્યા છે, જાડાપણું ઘટાડવા માટે અનેક દવાઓ છે. પરંતુ આ દવાઓની આડઅસરને કારણે દર્દીઓને ઉલમાંથી ચુલમાં પડવા જેવી સ્થિતિ સર્જાય છે, પરંતુ વડોદરાની MS યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના નિષ્ણાતો અને સંશોધકોએ એવી દવા શોધી કાઢી છે કે જ્યાં કોઈ પણ જાતની આડ અસર વિના દર્દીને ધાર્યું પરિણામ આપી શકે છે.

વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ (MS) યુનિવર્સિટી અને તેના ફાર્મસી વિભાગની લેબોરેટરીમાં ઓબેસિટી (Obesity ) કન્ટ્રોલની દવા અને તેની કોઈ આડ અસર કેવી રીતે ના થાય તેના પર સંશોધન ચાલી રહ્યું છે. એમ એસના ફાર્મસી ડિપાર્ટમેન્ટના ફાઉન્ડર ડિન પ્રોફેસર એમઆર યાદવ અને તેઓની ટીમ અંદાજે 10 વર્ષથી એવી દવાનું સંશોધન કરી રહ્યા છે કે જેનાથી ઓબેસિટી એટલે કે જાડાપણું કાબુમા આવી શકે. વિશ્વમાં અનેક દવાઓ છે કે જેનો ઉપયોગ ઓબેસિટી (Obesity ) કન્ટ્રોલ માટે થઈ શકે. પરંતુ આ દવાઓ કોઈકને કોઈક આડ અસર થતી હતી, કેટલીક દવાઓ તો કેન્સર નોતરતી હતી. પરંતુ પ્રોફેસર એમ.આર.યાદવને એવી દવા બનાવવી હતી કે જે કોઈપણ જાતની આડ અસર વિના પરિણામ આપે. અને દસ વર્ષના અથાગ પરિશ્રમ બાદ ધાર્યું પરિણામ મેળવવામાં પ્રોફેસર એમ.આર.યાદવ અને તેઓની ટીમને સફળતા મળી.

ઓબીસીટી કન્ટ્રોલ માટેની જે કેટલીક દવાઓ છે તેનાથી હાર્ટ એટેક, કેન્સર જેવી તકલીફો ઉભી થતા આવી દવાઓ પર કેટલાક દેશોમાં પ્રતિબંધ મુકાયો હતો, કેટલીક દવાઓ તો દર્દીને માનસિક અસર કરતી હોવાથી આત્મહત્યા કરવા તરફ પ્રેરતી હતી, એટલે જ પ્રોફેસર એમ આર યાદવ અને ડ્રો પ્રશાંત મુરૂમકર તથા તેઓની ટિમ દ્વારા અથાગ મહેનત કરવામાં આવી જેના ફળસ્વરૂપે વર્ષ 2017 માં સફળતા મળી. આ સફળતા પછી આગળની પ્રક્રિયા ચાલી. અને આ શોધના પેટન્ટને કેન્દ્ર સરકારમાં રજીસ્ટર કરાવી છે.

આજનું રાશિફળ તારીખ : 25-04-2025
Video : 'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા પર થયો પૈસાનો વરસાદ
IPL 2025 દરમિયાન જસપ્રીત બુમરાહે 'ટ્રિપલ સેન્ચુરી' ફટકારી
Pahalgam Attack : ભારતમાં સૌથી વધુ શું ભણવા આવે છે પાકિસ્તાની વિદ્યાર્થીઓ, જાણો
AC Electricity Bill : દરરોજ 10 કલાક 1.5 ટનનું AC ચલાવો, તો વીજળીનું બિલ કેટલું આવશે?
Pahalgam Attack : પહલગામ આતંકી હુમલા બાદ સેનાના જવાનનો જૂનો વીડિયો વાયરલ, જુઓ

એમ એસના ફાર્મસી વિભાગના નિષ્ણાતોને ઓબેસિટી કાબુમાં આવી શકે એવી દવાનો તો આવિષ્કાર કરવો જ હતો. પરંતુ સાથે તેની આડઅસર ના થાય તેના પર પણ વિચાર કર્યો. અત્યાર સુધીની દવાઓ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર અસર કરતી હતી. અત્યાર સુધીની દવાઓ કઈ રીતે આડઅસર કરે છે શરીરના ક્યાં ભાગ પર તે આડ અસર કરે છે તે શોધ કરતા કેનેબીનોડ-1 નામનું રિસેપટર સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ સુધી પહોંચતું હતું. અને તે આડા અસર કરતું હતું. કેનેબીનોડ 1 નેં બ્લોક કરી શકાય તેવી પદ્ધતિ પર સંશોધન કરવામાં આવ્યું અને આખરે તેમાં પણ સફળતા મળી.

કોઈપણ દવા માર્કેટમાં લાવતા પૂર્વે અનેક સંશોધનોમાંથી પસાર કરવાની હોય છે, આજ રીતે આ દવા પર પણ લગભગ 10 વર્ષથી વધુ સમયથી વિવિધ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થઈ ચૂક્યા છે. દવા બજારમાં મુકતા પૂર્વ હજુ કેટલાક તબક્કાઓની પ્રક્રિયા બાકી હોય આ દવા બજારમાં આવતા હજુ પાંચેક વર્ષ લાગશે.

એમ એસ યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના સંશોધકો દ્વારા અનેક વર્ષોના અથાગ પરિશ્રમ બાદ મેળવેલ પેટન્ટને સરકારે રજીસ્ટર તો કરી દીધી છે. પરંતુ હવે વહેલી તકે દવા માર્કેટમાં લાવવા માટે સરકાર કેટલી મદદ કરે છે અને કંપનીઓ કેટલો ઉત્સાહ બતાવે છે તે સમય બતાવશે.