Vadodara : ડભોઈના ભીમપુરા ગામમાં મધ્યાહન ભોજન માટે પ્લાસ્ટિકના ચોખા ? વાલીઓનો આક્ષેપ

|

Sep 03, 2021 | 8:09 AM

ડભોઈ તાલુકાના ભીમપુરા ગામના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં અપાતા ચોખા પ્લાસ્ટિકના છે તેવો વાલીઓએ આક્ષેપ કર્યો છે. કોરોનાના કારણે શાળાઓ બંધ હોવાથી ડભોઈ તાલુકાના શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે-ઘરે જઈને ચોખા સહિતના અનાજનું વિતરણ કર્યું હતું.

ડભોઈ તાલુકાના ભીમપુરા ગામના વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં અપાતા ચોખા પ્લાસ્ટિકના છે તેવો વાલીઓએ આક્ષેપ કર્યો છે. કોરોનાના કારણે શાળાઓ બંધ હોવાથી ડભોઈ તાલુકાના શિક્ષકોએ વિદ્યાર્થીઓના ઘરે-ઘરે જઈને ચોખા સહિતના અનાજનું વિતરણ કર્યું હતું.

તાલુકાની ભીમપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓના ઘરે પણ શિક્ષકોએ અનાજ પહોંચાડ્યું હતું. આ ચોખા જોયા બાદ વાલીઓએ એવો આક્ષેપ કર્યો છે કે ચોખા પ્લાસ્ટિકના છે.આ ચોખા ખાવાલાયક નથી અને બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.

વાલીઓએ આ અંગે શિક્ષકો અને મધ્યાહન ભોજન શાખાને રજૂઆત કરી છે. તો બીજી તરફ મધ્યાહન ભોજન શાખાના સત્તાધીશોનો દાવો છે કે સરકાર દ્વારા બાળકોને સુપોષિત કરવા માટે અનાજ મોકલવામાં આવે છે. મધ્યાહન ભોજન શાખાએ દાવો કર્યો કે તેમણે વિતરણ કરેલા ચોખા પ્લાસ્ટિકના નથી. પરંતુ ડબલ ફોર્ટિફાઈડ કરેલા ચોખા છે.

સુપરવાઈઝરનું કહેવું છે કે પોલિશ કરેલા હોવાથી ચોખા પ્લાસ્ટિક જેવા દેખાય છે પણ હકીકતમાં તે પ્લાસ્ટિકના ચોખા નથી. તેમ છતાં વાલીઓની રજૂઆતને ધ્યાને લઈ તપાસ માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને જાણ કરવામાં આવશે. ત્યારબાદ આગળની કાર્યવાહી કરાશે.

ચોખા વધારે સુપોષિત કરવા માટે જે પ્રોસેસ થઈ તેને લઈને તે પ્લાસ્ટિક જેવા દેખાય છે તેવો દાવો થઈ રહ્યો છે, પણ હવે ચોખા પ્લાસ્ટિકના છે કે નહીં તેને લઈને તાપસ બાદ જ સત્ય બહાર આવી શકે છે. પણ આ અંગે કોઈ હકીકત સામે આવી તો જવાબદારો સામે કાર્યવાહી થશે કે કેમ તે યજ્ઞ પ્રશ્ન છે.

Next Video