VADODARA : ગુજરાતની પ્રથમ વિમાની રેસ્ટોરન્ટ તૈયાર, સ્ક્રેપ એરક્રાફ્ટમાંથી 102 સીટની રેસ્ટોરન્ટ બનાવી

|

Oct 23, 2021 | 7:00 PM

આ રેસ્ટોરન્ટમાં પ્લેનની જેમ જ એનાઉન્સમેન્ટ કરાશે. અત્રે ઉલ્લેખનીય છે કે 1.40 કરોડના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદ્યું હતું. એના એક-એક પાર્ટ્સ લાવી અહીં એને રેસ્ટોરેન્ટનો લુક અપાયો છે,

ખાવાપીવાના શોખીન વડોદરા વાસીઓ માટે એક અનોખા રેસ્ટોરન્ટનો પ્રારંભ થયો છે. વડોદરામાં ગુજરાતની પ્રથમ વિમાની રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવી છે. એરબસ 23ના સ્ક્રેપમાં રેસ્ટોરન્ટ ઉભી કરવામાં આવી છે.. આ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ દુનિયાની 9 મી, દેશની 4થી, અને ગુજરાતની પહેલી રેસ્ટોરન્ટ છે. નેગ એવિએશન ચેન્નાઇના સ્ક્રેપ એરક્રાફ્ટમાં 102 સીટની રેસ્ટોરન્ટ તૈયાર કરાઈ છે.

જેમાં 2 થી અઢી કરોડના ખર્ચે વિમાની રેસ્ટોરન્ટ બનાવવામાં આવ્યું છે. તેમજ વિમાનની પાંખ પર બેસીને પણ જમી શકાય તેવી અનોખી વ્યવસ્થા કરવામાં આવી છે. ગ્રાહકોને પ્લેનમાં બેઠા હોય તેવા આભાસ સાથે જમવાનો લ્હાવો આપી શકાય તેવા આશયથી રેસ્ટોરન્ટ ઉભી કરાઈ છે. એવામાં આ અનોખું એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ સમગ્ર રાજ્યમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

વડોદરામાં ગુજરાતની સૌપ્રથમ એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની છે. હાલ વિશ્વનાં 8 એવાં શહેર છે, જ્યાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ ધમધમે છે. હવે વિશ્વનાં વડોદરા સહિત 9 શહેરમાં એરક્રાફ્ટ રેસ્ટોરન્ટ બની ચૂકી છે. ઉત્તર ભારતમાં પણ પંજાબના લુધિયાણા, હરિયાણા અને ઉત્તરાખંડમાં આવી એરક્રાફ્ટની રેસ્ટોરન્ટ છે.

આ રેસ્ટોરન્ટમાં પ્લેનની જેમ જ એનાઉન્સમેન્ટ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે 1.40 કરોડના ખર્ચે એરબસ 320 નામનું સ્ક્રેપ એરક્રાફ્ટ ખરીદી લીધું હતું. એના એક-એક પાર્ટ્સ લાવી અહીં એને રેસ્ટોરેન્ટનો લુક આપવામાં આવ્યો છે, જેથી હાલ આની કિંમત અંદાજે 2 કરોડ સુધીની છે.

 

આ પણ વાંચો : Mehsana : વીજ કાપ અને તીવ્ર અછત અંગેની ગેરસમજોને ન માનવા ગ્રાહકોને નમ્ર અપીલ કરતી UGVCL

 

Next Video