vadodara : પાદરા પછી ડભોઇમાં કોવિડ કેર સેન્ટરમાં આગ સામે સલામતીની મોકડ્રીલ યોજાઈ

vadodara : જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ચાર તાલુકાઓમાં સરકારી દવાખાનાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા. જેમાં ફાયર સેફ્ટી અને ઓકસીજન સેફ્ટી ઓડીટ જેવી આગની હોનારતો વિષયક તકેદારી લેવામાં આવી છે.

vadodara : પાદરા પછી ડભોઇમાં કોવિડ કેર સેન્ટરમાં આગ સામે સલામતીની મોકડ્રીલ યોજાઈ
કોવિડ સેન્ટરમાં મોકડ્રિલ
| Edited By: | Updated on: May 08, 2021 | 5:04 PM

vadodara : જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ચાર તાલુકાઓમાં સરકારી દવાખાનાઓમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યા. જેમાં ફાયર સેફ્ટી અને ઓકસીજન સેફ્ટી ઓડીટ જેવી આગની હોનારતો વિષયક તકેદારી લેવામાં આવી છે.

હવે આ કોવિડ કેર સેન્ટરોમાં સાવચેતીના વધુ એક પગલાં રૂપે કલેકટરની સૂચનાથી કલેકટર કચેરીની ડિઝાસ્ટર શાખાના સહયોગથી ફાયર સેફ્ટી તાલીમ આપ્યા પછી સુસજ્જતાની ચકાસણી માટે ફાયર સેફ્ટી મોકડ્રિલ યોજવામાં આવી રહી છે. ગઇકાલે પાદરા પછી આજે ડભોઇ સી.એચ.સી.ના કોવિડ કેર સેન્ટર ખાતે ફાયર સેફ્ટી મોકડ્રિલ યોજીને વિવિધ પ્રકારની આગની દુર્ઘટનાઓ સામે રાખવાની સાવચેતી અને આ દુર્ઘટનાઓ વખતે લેવાના પગલાંની સુસજ્જતા ચકાસવામાં આવી હતી.

આ મોકડ્રીલમાં ડભોઇના પ્રાંત અધિકારી, મામલતદાર ચીફ ઓફિસર , ટી.એચ.ઓ., ટીડીઓ સહિત અધિકારીઓ અને કેર સેન્ટરના તબીબો અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.