વડોદરા કોર્પોરેશનના વાહને સર્જયો અકસ્માત, એક વ્યકિતનું થયું મોત

વડોદરામાં કોર્પોરેશનના ઢોર પકડવાના વાહને અકસ્માત સર્જતા એક વ્યકિતનું મૃત્યુ થયું છે. વડોદરા કોર્પોરેશનના વાહન ચાલકો બેફામ બન્યા છે. માણેજા નજીક ઢોર પાર્ટીના ટ્રેકટરે બાઇક ચાલકને અડફેટે લિધા હતા.

વડોદરા કોર્પોરેશનના વાહને સર્જયો અકસ્માત, એક વ્યકિતનું થયું મોત
Vadodara Corporation

વડોદરામાં કોર્પોરેશનના ઢોર પકડવાના વાહને અકસ્માત સર્જતા એક વ્યકિતનું મૃત્યુ થયું છે. વડોદરા કોર્પોરેશનના વાહન ચાલકો બેફામ બન્યા છે. માણેજા નજીક ઢોર પાર્ટીના ટ્રેકટરે બાઇક ચાલકને અડફેટે લિધા હતા. ટ્રેકટરની ટક્કરથી બાઇક ચાલકનું ઘટનાસ્થળે જ મોત થઇ ગયુ હતું. નારાયણ વસાવા નામના 62 વર્ષિય વ્યક્તિનું મોત થયું હતું. મંડળા ગામ ગોત્રી બેસણામાં હાજરી આપવા ગયા હતા નારાયણ ભાઈને અને રસ્તામાંજ તેમને મોત ભરખી ગયું. અકસ્માતની ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો હતો.

ટ્રેક્ટરના ડ્રાઇવર સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માગ તેમના પરિવાર અને લોકો દ્વારા કરવામાં આવી હતી. આ સાથે પોલીસ અધિકારીઓ સાથે સ્થાનિકોની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. VMCના વાહનચાલકો બેફામ વાહન હંકારતા હોવાની ફરિયાદ પહેલા પણ કરવામાં આવી હતી. પુરપાટ ઝડપે ટ્રેકટર ચલાવવામાં આવતું હોવાને કારણે અકસ્માત સર્જાયો હતો

Click on your DTH Provider to Add TV9 Gujarati