વડોદરા : ધર્માંતરણ અને હવાલા કેસના આરોપી સલાઉદ્દીન શેખ અને મૌલાના ગૌતમ ઉમરને સાત દિવસના રિમાન્ડ

|

Oct 17, 2021 | 8:08 AM

ધર્માંતરણ અને આફમી હવાલા કૌભાંડના આરોપી સલાઉદ્દીન શેખ અને મૌલાના ગૌતમ ઉંમરને વડોદરા કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ માટે વડોદરા એસ.ઓ.જી ને કસ્ટડી સોંપી છે.

વડોદરા : ધર્માંતરણ અને હવાલા કેસના આરોપી સલાઉદ્દીન શેખ અને મૌલાના ગૌતમ ઉમરને સાત દિવસના રિમાન્ડ
vadodara conversion accused salauddin sheikh and maulana gautam umar remanded for seven days ( File Photo)

Follow us on

વડોદરાના(Vadodara)  કોર્ટ ઇતિહાસમાં રિમાન્ડ (Remand) અરજીની સુનાવણી માટે પ્રથમ વખત મોડી રાતના બે વાગ્યા સુધી કાર્યવાહી ચાલી હતી. જેમાં ધર્માંતરણ (Conversion) અને આફમી હવાલા કૌભાંડના (Aafmi Havala Scam)  આરોપી સલાઉદ્દીન શેખ અને મૌલાના ગૌતમ ઉંમરને વડોદરા કોર્ટ દ્વારા સાત દિવસના રિમાન્ડ માટે વડોદરા એસ.ઓ.જી ને કસ્ટડી સોંપી છે.

આ બંને આરોપીઓની પૂછપરછ માટે વડોદરા એસ.ઓ.જી એ ૧૪ દિવસના રિમાન્ડની માંગ કરી હતી વડોદરા એસ.ઓ.જી રાત્રે સાડા નવ વાગ્યે દાખલ કરેલ રિમાન્ડ અરજી ઉપર રાત્રે 11.50 સુધી બંને પક્ષોએ લંબાણપૂર્વકની દલીલો કરી હતી અંતે કોર્ટ દ્વારા 1:30 વાગ્યા પછી પોતાનો ચુકાદો જાહેર કરતાં આગામી 23મી  સાંજના ચાર વાગ્યા સુધીના અર્થાત 7 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

વડોદરા SOG દ્વારા ઓગસ્ટ માસમાં સલાઉદ્દીન શેખ, મૌલાના ગૌતમ ઉંમર સહિત ચાર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો તે પૈકી સલાઉદ્દીન અને ગૌતમ ઉંમર ઉત્તર પ્રદેશની જેલમાં બંધ હતા બંનેની કસ્ટડી મેળવવા માટે વડોદરા એસ.ઓ.જી દ્વારા ઉત્તર પ્રદેશ કોર્ટમાં પ્રોડકશન વોરંટ જમા કરાવ્યું હતું લાંબી કાનૂની પ્રક્રિયાને અંતે ઉત્તર પ્રદેશની કોર્ટે બંને આરોપીઓની કસ્ટડી વડોદરા કોર્ટ ને સોંપી હતી.

OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર

વડોદરા એસઓજી દ્વારા ધરપકડ સહિતની કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે બંને આરોપીઓની કસ્ટડી વડોદરા કોર્ટ પાસે માગી હતી પરંતુ બચાવ પક્ષ દ્વારા વડોદરા એસ.ઓ.જી ની આ માગણીને અયોગ્ય ગણાવી હતી જેથી કોર્ટ દ્વારા સાંજે સૌપ્રથમ જે ચુકાદો જાહેર કરવામાં આવ્યો તેમાં વડોદરા એસ.ઓ.જી.ની માંગનો સ્વીકાર કરવામાં આવ્યો હતો અને બંને આરોપીઓને પોતાની કસ્ટડીમાં રાખ્યા હતા,અને રિમાન્ડ આપવાનો વિકલ્પ ખુલ્લો રાખવામાં આવ્યો હતો.

જો કે આ અંગે વડોદરા એસ.ઓ.જી ને રિમાન્ડ રિપોર્ટ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું હતું જેને કારણે રાત્રે 9:30 વાગે વડોદરા એસ.ઓ.જી દ્વારા રિમાન્ડ અરજી દાખલ કરવામાં આવી અને કોર્ટ દ્વારા 7 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા રિમાન્ડ દરમિયાન વડોદરા એસ.ઓ.જી દ્વારા ધર્માંતરણ પ્રકરણ અને હવાલા કાંડ સહિત અલગ-અલગ મુદ્દાઓની તપાસ કરવામાં આવશે.

આ  બંને આરોપીઓને વડોદરા ઉપરાંત રાજ્યના અલગ-અલગ શહેરો તથા રાજ્યબહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં તપાસ માટે લઇ જવામાં આવશે

વડોદરા SOG દ્વારા બંને ની કસ્ટડી લઈ બંને નું તબીબી પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું અને ત્યાર બાદ SOG કચેરી ખાતે કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી હતી.

આ પણ વાંચો : કેરળમાં ભારે વરસાદે મચાવી તબાહી, કોટ્ટયમમાં ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ગુમ, રાજ્ય સરકારે માંગી એરફોર્સની મદદ

આ પણ વાંચો :આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે કહ્યું, “લોકોને શોધી શોધીને વેક્સિન આપવામાં આવશે”

Published On - 6:47 am, Sun, 17 October 21

Next Article