VADODARA : ભારતીય સેનાના વડોદરાના એકમો સાથે કલેકટરે કર્યો ઓનલાઇન પરામર્શ, વહીવટી તંત્રને સંપૂર્ણ સહાયતાની ખાતરી મળી

|

May 17, 2021 | 6:23 PM

VADODARA : જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ભારતીય વાયુસેનાના એરફોર્સ કમાન્ડંટ નારાયણજી અને થલ સેનાના વડોદરા મકરપુરા ખાતેના બ્રીગેડીયર તથા ઇ.એમ.ઇ.સ્કૂલના કમાન્ડન્ટ સાથે ઓનલાઇન પરામર્શ કર્યો હતો.

VADODARA : ભારતીય સેનાના વડોદરાના એકમો સાથે કલેકટરે કર્યો ઓનલાઇન પરામર્શ, વહીવટી તંત્રને સંપૂર્ણ સહાયતાની ખાતરી મળી
વડોદરા કલેકટરની વિવિધ અધિકારીઓ સાથે પરામર્શ

Follow us on

VADODARA : જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે ભારતીય વાયુસેનાના એરફોર્સ કમાન્ડંટ નારાયણજી અને થલ સેનાના વડોદરા મકરપુરા ખાતેના બ્રીગેડીયર તથા ઇ.એમ.ઇ.સ્કૂલના કમાન્ડન્ટ સાથે ઓનલાઇન પરામર્શ કર્યો હતો. તેમણે તાઉ તે કટોકટીમાં લોકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સેનાના 4 columns સ્ટેંડ બાયપર રાખવામાં આવ્યા છે તેની વિગતો આપી હતી. તથા દક્ષિણ ગુજરાત અને વડોદરામાં વાવાઝોડાને કારણે કોઇપણ પ્રકારની ઘટનામાં પોતાની માનવસંપદા અને સાધન સુવિધા દ્વારા જિલ્લા વહીવટી તંત્રને સમુચિત મદદ કરવાની ખાત્રી આપી હતી.

કલેક્ટરે ક્રેડાઈના સભ્યો ટૌકતે વાવાઝોડાના અનુસંધાને પરામર્શ કર્યો, ઓનલાઈન બેઠક યોજી જાનહાનિ ના થાયે તે માટે તકેદારી લેવા આપી સૂચના હતી.

વડોદરા શહેર-જિલ્લામાં બાંધકામ સાઈટ્સ ઉપર વાવાઝોડાના પગલે કોઈ દુર્ઘટના ના સર્જાય તે માટે અગમચેતીના ભાગરૂપે ક્રેડાઈના સભ્યો જોડે ઓનલાઈન બેઠક યોજીને જરૂરી સૂચનાઓ આપી હતી.
વાવાઝોડામાં જિલ્લા વહીવટી તંત્રનો ઝીરો કેજ્યુલીટી સાથે કામ કરવાનો અભિગમ છે.
વાવાઝોડાના પગલે બાંધકામ સાઈટ્સ પર તમામ પ્રકારની સાવચેતી રાખવી અને પવનના લીધે ઉડે શકે તેવા બાંધકામના હંગામી સ્ટ્રકચરને વ્યવસ્થિત કરવા.
બાંધકામ સાઈટ્સ ઉપર કોઈ પણ પ્રકારની જાનહાનિ ન થાય તેની તકેદારી લેવી.
ક્રેન જેવા ઉંચાઈ ધરાવતા સાધનોને વ્યવસ્થિત રીતે સુરક્ષીત જગ્યાએ ખસેડવા જેથી કોઇ અનિચ્છનિય બનાવ ન બને.
પતરાના સેડ્સમાં રહેતા શ્રમિકોને સુરક્ષિત સ્થળે ખસેડી દેવા તથા તેઓને વાવાઝોડા વિશેની તમામ જાનકારી અપાય તથા તેઓ સુરક્ષિત રહે તે માટે તમામ તકેદારીના પગલા લેવા જણાવ્યુ
પવનના લીધે ઉડી જાય તેવા સાધનો-ઉપકરણોને યોગ્ય જગ્યાએ સ્ટોર કરવા.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

વડોદરા શહેરમાં તાઉ તે વાવઝોડાની અસરને ખાળવા માટે કલેક્ટર અને મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે બેઠક યોજીને જરૂરી તમામ તકેદારીના પગલાં સંકલનથી લેવા સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી.

વડોદરા શહેરની કોવિડ હોસ્પિટલની મુલાકાત લઈ જરૂર વ્યવસ્થાની ખાત્રી કરવા માટે સૂચના આપી.
વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે એમ. જી. વી.સી. એલ. ટીમ સતત ખડેપગે રહેશે.
પરિવહન વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ભારે પવનના કારણે ધરાશયી થયેલા વૃક્ષોને તાત્કાલિક દૂર કરવા વ્યવસ્થા કરવા સૂચના અપાઈ.
રાત્રીના સમયે પણ વન વિભાગના અધિકારીઓને કચેરી ખાતે હાજર રહેવા આપ્યા નિર્દેશ.
દરેક વોર્ડ ઓફિસ રાત્રીના સમયે પણ કાર્યરત રાખવા માટે નિર્દેશ અપાયા.
આગની ઘટના ના બને તથા જો કોઇ દુર્ઘટના થાય તો ફાયરની ટીમ તરત કાર્યવાહી કરે તે રીતે એલર્ટ મોડ ઉપર રહેવા સુચના આપી.

Next Article