વડોદરા : બાંગ્લાદેશમાં હિંદુ મંદિરો પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડયા, શાંતિ માર્ચ યોજી કલેક્ટરને આવેદન અપાયું

|

Oct 20, 2021 | 3:55 PM

ગત બુધવારથી બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા વધ્યા છે.  અગાઉ દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન સોશિયલ મીડિયા પર કથિત રીતે નિંદાજનક પોસ્ટ જોવા મળી હતી.

બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો અને દુર્ગા પૂજા પંડાલો પર થયેલા હુમલાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. વડોદરામાં પણ તેનો વિરોધ થયો છે. વડોદરાના પંચમુખી હનુમાન અને કાલાઘોડાથી વિવિધ ધર્મગુરૂઓ અને મહંતોએ શાંતિ માર્ચ યોજીને કલેક્ટરને આવેદન પત્ર આપ્યું છે. તેમની સાથે સાંસદ રંજન ભટ્ટ અને શહેર કૉંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ પણ રેલીમાં જોડાયા. સાંસદે કહ્યું કે- બાંગ્લાદેશમાં મંદિરો પર થઈ રહેલા હુમલાઓને સાંખી લેવાશે નહીં. તો કૉંગ્રેસે માંગ કરી કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ન થાય તેના માટે કેન્દ્ર સરકારે જવાબદારી લેવી જોઈએ. અને તેમને સુરક્ષા પૂરી પાડવી જોઈએ. સાથે જ હુમલાખોરો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી છે.

ગત બુધવારથી બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા વધ્યા છે.  અગાઉ દુર્ગા પૂજાની ઉજવણી દરમિયાન સોશિયલ મીડિયા પર કથિત રીતે નિંદાજનક પોસ્ટ જોવા મળી હતી. ટોળાએ રવિવારે મોડી રાત્રે બાંગ્લાદેશમાં 66 મકાનોને નુકસાન પહોંચાડ્યું અને ઓછામાં ઓછા 20 મકાનોને આગ લગાવી (Attack on Hindus in Bangladesh). ઢાકા ટ્રિબ્યુન અખબારે કેબિનેટ સચિવ ખંડકર અનવરુલ ઇસ્લામને ટાંકીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી હસીનાએ મંગળવારે સાપ્તાહિક કેબિનેટ બેઠક દરમિયાન ગૃહ પ્રધાન અસદુજજ્માં ખાનને નિર્દેશ આપ્યો હતો કે  તેમની સામે તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવે જેઓએ ધર્મનો ઉપયોગ કરીને હિંસા ભડકાવી  હતી.

આ પણ વાંચો : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ભરતી વિવાદ, ભલામણ ભલે કરી હોય પસંદગી કરાઇ હોય તો વિવાદ થાય : કુલપતિ

Next Video