VADODARA : સાવલીના પિલોલ ગામમાં ગરબા રમવા બાબતે દલિત પરિવાર સાથે ભેદભાવનો આરોપ

|

Oct 11, 2021 | 2:46 PM

પીલોલથી સાવલી પોલીસ મથકે મહિલાઓ સહિતના ટોળાં ઉમટી પડ્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો. આ મામલે વડોદરા ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી સહિતનો સ્ટાફ સાવલી પોલીસ મથકે પહોંચ્યો છે.

વડોદરા જિલ્લાના સાવલીના પિલોલ ગામે ગત રાત્રિના સમયે માતાજીના મંદિર ચોકમાં ગરબા રમવા બાબતે બબાલ થઇ હતી. આ ગામમાં ગરબા રમતાં દલિત સમાજની મહિલાઓને ગરબા રમતાં રોકવામાં આવી હતી. નવરાત્રીમાં ગામના ગરબે રમતી દલિત સમાજની મહિલાઓને કાઢી મૂકી ગરબા નહિ રમવા દેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. અમારા સમાજના ગરબામાં ગરબા રમાય નહિ તેમ કહી ઝઘડો કર્યાનો આક્ષેપ કરાયો હતો. પીલોલથી સાવલી પોલીસ મથકે મહિલાઓ સહિતના ટોળાં ઉમટી પડ્યા હતા. અને હોબાળો મચાવ્યો હતો. આ મામલે વડોદરા ગ્રામ્ય પોલીસના ડીવાયએસપી સહિતનો સ્ટાફ સાવલી પોલીસ મથકે પહોંચ્યો છે. છત્રસિંહ પરમાર, મુકેશ પરમાર, લાલજી પરમાર અને તારાબેન પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. એસ,સી,એસ,ટી,ના ડીવાયએસપીને તપાસ સોંપાઈ હતી. આરોપીની ધરપકડ માટે તજવીજ હાથ ધરાઈ છે.

હાલ તો આ ઘટનાને લઇને આસપાસના વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે. ત્યારે આજના આધુનિક જમાનામાં પણ અનેક પરિવારો સાથે ભેદભાવના બનાવો બની રહ્યાં છે. જે ખરેખર નિંદનીય બાબત છે. ત્યારે આ કેસની તપાસમાં નવા શું રાઝ સામે આવે છે તેના પર સૌકોઇની નજર રહેશે.

 

આ પણ વાંચો : Afghanistan: US અને UK એ તેમના નાગરિકોને તાત્કાલિક કાબુલની સેરેના હોટલ ખાલી કરવાની ચેતવણી આપી, ગમે ત્યારે થઈ શકે છે આતંકવાદી હુમલો

 

આ પણ વાંચો : Hum Do Hamare Do Trailer : કૃતિ સેનન સાથે લગ્ન કરવા માટે રાજકુમાર રાવ માતાપિતા ને દત્તક લેશે, ફિલ્મ પેટ પકડીને હસાવશે

Published On - 2:41 pm, Mon, 11 October 21

Next Video