Vadodara: સેવાસીમાં SBI બેંકના ATMમાં આગ લાગતા લાખો રૂપિયા બળીને ખાખ થઇ ગયા

|

Dec 10, 2021 | 3:24 PM

ATMના CCTV અને આસપાસના સીસીટીવીની ચકાસણી કરવામાં આવી રહી છે. જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાય. હાલમાં તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવુ અનુમાન લગાવાઇ રહ્યુ છે.

વડોદરા(Vadodara)ના સેવાસીમાં આવેલા SBI બેંકના ATMમાં આગ(Fire) લાગી હતી. મોડી રાત્રે ATMમાં આગ લાગવાની ઘટના બની હતી. ફાયર બ્રિગેડે(Fire Brigade) તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો.પ્રાથમિક ધોરણે આગ શોર્ટ સર્કિટ(Short circuit)ના કારણે લાગી હોવાનું અનુમાન છે.

વડોદરાના સેવાસીમાં મોડી રાત્રે અચાનક જ SBI બેંકના ATMમાં આગ ભભુકી ઉઠી હતી. એટીએમમાંથી અચાનક જ સાયરન વાગતા આસપાસના લોકોને અહીં આગ લાગ્યાનું જાણવા મળ્યુ હતુ. સાયરનનો અવાજ સાંભળીને આસપાસ રહેતા લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવા પ્રયાસ શરુ કર્યો હતો. આગના કારણે ATM બળીને ખાખ થઇ ગયુ છે. લાખોની કેશ સળગી ગઈ હોવાની શક્યતા છે

ભેદી સંજોગોમાં આગ લાગી

પોલીસ, ફાયર બ્રિગેડ અને બેંકના અધિકારીઓ આગ લાગવાનું કારણ જાણવા તપાસ કરી રહ્યા છે. ATMના CCTV અને આસપાસના સીસીટીવીની ચકાસણી કરવામાં આવી રહી છે. જેથી આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાય. હાલમાં તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવુ અનુમાન લગાવાઇ રહ્યુ છે પરંતુ તેનું સાચુ કારણ જાણવા પોલીસે તપાસ શરુ કરી છે.

આગ લાગ્યાની જાણ થતા જ સ્થાનિક લોકોની ટોળા ઉમટ્યા હતા અને લોકો દ્વારા તાત્કાલિક આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. થોડી વારમાં ફાયર બ્રિગેડે સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવી લીધો હતો.

બેંકના ઉચ્ચ અધિકારી દ્વારા પણ તપાસ શરુ કરવામાં આવી છે. ટેકનીકલ બાબતો અંગે પણ ચકાસણી કરવામાં આવી રહી છે કે એટીએમમાં કેટલી કેશ રકમ હતી? આ અંગે પોલીસ દ્નારા તપાસ કરવામાં આવી રહી છે. કોઇ વ્યક્તિ દ્વારા તો આ આગ લગાવવામાં નથી આવીને તે દિશામાં પણ પોલીસે તપાસ શરુ કરી છે.

આ પણ વાંચોઃ Gram Panchayat Election : રાજકોટના ઉપલેટા તાલુકાના આ ગામમાં આઝાદી બાદ એક પણ ચૂંટણી યોજાઇ નથી, ફરી ગામનું સુકાન નારી શક્તિને સોંપાયું

આ પણ વાંચોઃ કેટરિનાની બહેન ઈસાબેલે વિકી કૌશલનું આ રીતે કર્યું સ્વાગત, કહ્યું ‘અમારા ક્રેઝી પરિવારમાં આપનું સ્વાગત’

Next Video