નસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ

ભારતમાં લગભગ 13 % મહિલાઓ અને એક તૃતીયાંશ પુરુષો નસકોરાની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જાણીશું. નસકોરા આવવાનું મુખ્ય કારણ વધતું વજન હોય શકે છે.   આદુ અને મધની ચા : રસોઈમાં તે આસાનીથી મળી જાય છે. આદુ અને મધની ચાય પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, શરદી, વજન ઘટાડવામાં અને […]

નસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:24 PM

ભારતમાં લગભગ 13 % મહિલાઓ અને એક તૃતીયાંશ પુરુષો નસકોરાની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જાણીશું. નસકોરા આવવાનું મુખ્ય કારણ વધતું વજન હોય શકે છે.

 

આદુ અને મધની ચા :
રસોઈમાં તે આસાનીથી મળી જાય છે. આદુ અને મધની ચાય પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, શરદી, વજન ઘટાડવામાં અને હૃદયની બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. તે ગળાને આરામ આપવાની સાથે નસકોરાને રોકે છે. દિવસમાં બે વાર આ ચા પીવી જોઈએ.

2). લસણ અને કાંદો :
લસણ અને કાંદાના સેવનથી ગળામાં દુઃખાવો અને સોજો ઓછો થાય છે. તેને ખોરાકમાં સામેલ કરો, તેની અસર જલ્દી નહિ દેખાય પણ ધીરે ધીરે દેખાશે.

3). ફુદીના તેલ :
પુદીના ગળા અને નાકની નળીના સોજાવાને ઓછો કરવામાં મદદ કરે છે. જેથી તમને શ્વાસ લેવામાં સરળતા રહે છે. પાણીમાં પુદીનાનું તેલ નાંખો અને ઊંઘતા પહેલા તેના કોગળા કરો.

4). ફળનું સેવન :
મેલાટોનિન એક હોર્મોન છે. જે ઊંઘ લાવવામાં મદદ કરે છે. અને ઊંઘની ગુણવત્તા પણ સુધારે છે. અનાનસ, સંતરા અને કેળામાં સારી માત્રામાં મેલાટોનિન હોય છે, એટલે દરરોજ આમાંથી એક ફ્રુટનું સેવન કરો.

5). સ્ટીમ લો :
જ્યારે આપણને શરદી કે ખાંસી હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, અને એટલા માટે પણ નસકોરા આવે છે. આ સમસ્યાને દૂર કરવા ગરમ પાણીની વરાળ લેવી જોઈએ.

આ પણ વાંચોઃઆયુર્વેદમાં તુલસીનાં પાનને ચાવવાની છે મનાઈ, જાણો શું છે કારણ

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો