Unseasonal rains : રાજયમાં ભરશિયાળે વરસાદી માહોલ, હવામાન વિભાગની હજુ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત

|

Dec 01, 2021 | 5:50 PM

રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજે 1 ડિસેમ્બર અને 2 ડિસેમ્બર એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અસર આજે વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં દેખાઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 96 તાલુકાઓમાં વરસાદ થયો છે,

Unseasonal rains : રાજયમાં ભરશિયાળે વરસાદી માહોલ, હવામાન વિભાગની હજુ વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિત
Unseasonal rains in Gujarat

Follow us on

રાજયમાં (Gujarat)છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે. અને, રાજયમાં (Unseasonal rains )વરસાદી મોસમ અને ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે (Meteorological Department)રાજયમાં હજું બે દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વચ્ચે આજે રાજયના અનેક ઠેકાણે વરસાદ નોંધાયો છે.

શિયાળાની (winter) સીઝનમાં હાડ થિજાવતી (cold)ઠંડીની સાથેસાથે વરસાદનો પણ માહોલ જોવા મળી રહ્યો. ત્યારે અચાનક જ વાતાવરણમાં પલટો આવ્યો છે અને મંગળવારના સાંજના સમયે અનેક જગ્યાઓ પર કમોસમી વરસાદની (Unseasonal rains )શરૂઆત થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે.

હવામાન વિભાગ દ્વારા બે દિવસ સુધી કમોસમી વરસાદની (Unseasonal rains )આગાહી કરવામાં આવી હતી, જેની અસર મંગળવારે બપોર બાદ જ શરૂ થઈ ગઈ હતી. અને અનેક જગ્યાએ ઝાપટાં વરસ્યાં હતા. ત્યારે ઉના અને ગીર-ગઢડા પંથકના અમુક વિસ્તારમાં વરસાદ શરૂ થયાના અહેવાલો મળ્યા છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ વરસાદથી શિયાળુ પાક ઉપરાંત આંબાના બગીચાઓમાં વ્યાપક નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતોને પણ આર્થિક ફટકો પડશે. અમરેલીમાં કેટલાંક સ્થાનોએ કમોસમી વરસાદ પડ્યો છે. ગોંડલમાં મોડી રાત્રે ઠંડા પવન સાથે વરસાદી ઝાપટું થયું હતું. માવઠાના કારણે ખેડૂતોની ચિંતા પણ વધી છે.

આજે રાજયમાં અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદના અમીછાંટણાં પડ્યાં હતાં. હવામાન વિભાગની વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતિંત થયા છે. સુરત શહેરનું મહત્તમ તાપમાન 33.1 ડીગ્રી અને લઘુતમ 23.4 ડીગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 47 ટકા અને સાંજે 38 ટકા રહ્યું છે. નવસારીમાં પણ વરસાદ પડ્યો હતો. એ ઉપરાંત મહીસાગર જિલ્લાના કેટલાક વિસ્તારો તથા પંચમહાલમાં પણ દાહોદ અને લીમડી સહિતના વિસ્તારોમાં માવઠું થયું છે.

રાજ્યના હવામાન વિભાગ ((Meteorological Department))દ્વારા આજે 1 ડિસેમ્બર અને 2 ડિસેમ્બર એમ બે દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેની અસર આજે વહેલી સવારે રાજ્યના અનેક વિસ્તારોમાં દેખાઈ હતી. આજે સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીમાં 96 તાલુકાઓમાં વરસાદ થયો છે, જેમાં સૌથી વધુ વરસાદ ગીર-સોમનાથ જિલ્લાના ઉના તથા સુરતના ઉમરપાડામાં ખાબક્યો છે.સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીરસોમનાથ, બોટાદ, કચ્છમાં વાતાવરણ સુકુ રહેવાની આગાહી છે.

રાજ્યમાં જખૌ,માંડવી, મુંદ્રા, કંડલા,નવલખી, સલાયા, ઓખા અને પોરબંદર સહિત, દ્વારકા,પીપાવાવ,વેરાવળ,દિવ,જાફરાબાદ,ભાવનગર,અલંગ,દહેજ,મગદલ્લા અને દમણના દરિયામાં માછીમારી કરતાં માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો નહીં ખેડવા ચેતવણી આપવામાં આવી છે. આ દરિયા કિનારા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી 40થી 60 કિ.મી સુધીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ વ્યક્ત કરવામા આવી છે.

 

Published On - 5:49 pm, Wed, 1 December 21

Next Article