Unseasonal rains : ડાંગ જિલ્લામાં સરેરાશ 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, નદીઓમાં આવ્યા નવા નીર

|

Dec 02, 2021 | 2:41 PM

ડાંગ જિલ્લામાં (DANG) 24 કલાકમાં સરેરાશ 2 ઈંચથી વધુ કમોસમી વરસાદ (Unseasonal rains) ખાબક્યો છે. માવઠાના પગલે ગીરા, અંબિકા અને ખાપરી નદીમાં પાણીની આવક વધી છે. નદીઓ બે કાંઠે વહેતા નાના ચેકડેમ છલકાયા છે.

Unseasonal rains : ડાંગ જિલ્લામાં (DANG) 24 કલાકમાં સરેરાશ 2 ઈંચથી વધુ કમોસમી વરસાદ (Unseasonal rains) ખાબક્યો છે. માવઠાના પગલે ગીરા, અંબિકા અને ખાપરી નદીમાં પાણીની આવક વધી છે. નદીઓ બે કાંઠે વહેતા નાના ચેકડેમ છલકાયા છે. સમગ્ર ડાંગ જિલ્લામાં શીતલહેર વ્યાપી જવા પામી હતી. ત્યારે ગિરિમાળા સાપુતારા (SAPUTARA) ખાતે ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો. કમોસમી વરસાદથી સાપુતારાના માર્ગો સુમસામ જોવા મળ્યા હતા. બજારો અને અડવેન્ચર એક્ટિવિટી બંધ જોવા મળી હતી. ભારે પવનને લઈને ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ પરના લારી ગલ્લાના છાપરા ઉડ્યા હતા.

રાજયમાં ભરશિયાળે વરસાદી માહોલ

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 38 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. અનેક સ્થળોએ હિલસ્ટેશન જેવું વાતાવરણ થયું છે અને ઠંડીમાં એકાએક વધારો જોવા મળ્યો છે. વલસાડ, નવસારી, પારડી, ખેરગામ, ઉમરગામ, મહુવા અને પલસાણામાં 3 ઈંચથી વધુ વરસાદ વરસ્યો. તો ડાંગ, સુરત, તાપી, નર્મદા,ભરૂચ, છોટાઉદ્દેપુર, ઉના અને ખાંભામાં 1 ઈંચથી વધુ કમોસમી વરસાદ ખાબક્યો છે. ઉલ્લેખનીય છે કે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા છેલ્લા 3 દિવસથી રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. અને હજૂ બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતા છે. એવામાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચ્યુ છે. તો આ તરફ મહત્તમ તાપમાન ઘટવાના કારણે દિવસે પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. અને રાત્રે પણ આકરી ઠંડી પડી શકે છે. એવામાં બે દિવસ બાદ તાપમાન વધુ 2થી 4 ડિગ્રી ગગડવાની શક્યતા છે.

Next Video