મા ખોડિયારનું મંદિર અને લેઉવા પાટીદાર (Patidar) સમાજની આસ્થાનું ધામ એવા ખોડલધામ (Khodaldham) કાગવડની પ્રતિષ્ઠાને 21 જાન્યુઆરી 2022માં 5 વર્ષ પુરા થઇ રહ્યા છે. આ પંચવર્ષિય મહોત્સવનું લાખો લેઉવા પાટીદાર સમાજના લોકોની સાક્ષી બનવા જઇ રહ્યા હતા. જોકે કોરોનાાની મહામારીને કારણે આ મહોત્સવ વર્ચ્યુઅલ (Virtual Patotsav) યોજાશે જેમાં દેશ વિદેશના લેઉવા પાટીદાર સમાજ વિવિધ માધ્યમોથી જોડાશે. લોકો સરળતાથી આ મહોત્સવને માણી શકે તે માટે ખોડલધામ ટ્રસ્ટ દ્રારા અલગ અલગ ધાર્મિક ચેનલોમાં આ કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરશે. આ ઉપરાંત ટ્રસ્ટના સોશિયલ મિડીયા પ્લેટફોર્મમાં પણ લાઇવ રહેશે. મહોત્સવને લઇને લેઉવા પટેલ સમાજમાં અનેરો ઉત્સાહ છે જેથી સમાજના લોકો દ્વારા ગામેગામ 10 હજારથી વધારે LED સ્ક્રિન મુકીને આ મહોત્વના સાક્ષી બનશે.
કોરોના (corona) ને કારણે રાજ્ય સરકારની એસઓપી સાથે આ કાર્યક્રમ યોજાવા જઇ રહ્યો છે.નવી ગાઇડલાઈન પ્રમાણે કાર્યક્રમમાં ફેરફાર સાથે હવે સવારે ૬ થી ૯ વાગ્યા સુધી મહાયગ્નનું આયોજન થશે ત્યારબાદ મંદિરમાં મહાઆરતી થશે અને પછી ધ્વજારોહણ કરવામાં આવશે.મંદિર ટ્રસ્ટ દ્રારા આ કાર્યક્રમમાં મર્યાદિત લોકોને જ હાજર રહેવા સૂચન કર્યું છે.બાકીના લોકોન્ વર્ચ્યુઅલ જોડાવા વિનંતી કરી છે.આ કાર્યક્રમ બાદ ખોડલધામના પ્રમુખ નરેશ પટેલ સમાજ જોગ સંદેશો આપશે અને અંતે રાષ્ટ્રગાન થશે.
ખોડલધામના આ કાર્યક્રમમાં પહેલા મહાસભાનું આયોજન થવાનું હતું પરંતુ કોરોનાની મહામારીને કારણે આ મહાસભાને મોકુફ રાખવામાં આવી છે અને હવે નવી તારીખ જાહેર કરવામાં આવશે.બીજી તરફ છેલ્લા ઘણાં દિવસોથી નરેશ પટેલના રાજકારણમાં આવવાની સમાજની ઇચ્છાને કારણે ગુજરાતનું રાજકારણ પહેલાથી ગરમાયું છે ત્યારે ૨૧મી જાન્યુઆરીના નરેશ પટેલના સમાજજોગ સંદેશા પર સૌની નજર રહેલી છે.મહત્વનું છે કે નરેશ પટેલ અગાઉ કહી ચૂક્યા છે કે તેઓ ખોડલધામના સ્ટેજ પર ક્યારેય રાજકારણ નહિ કરે ત્યારે આ સમાજના સંદેશામાં લેઉવા પાટીદાર સમાજને એક થવાનો અને અન્ય સામાજિક સુધારાના સંદેશાઓ આપી શકે છે.
આ પણ વાંચોઃ Rajkot: કોરોના કેસમાં ત્રણ ગણો વધારો, વેક્સિન નહિ લેનાર દર્દીને પડે છે ઓક્સિજનની જરૂર
Published On - 4:47 pm, Wed, 19 January 22