Ahmedabad માં આકાર પામ્યું અનોખું વન, શહેર કરતાં 15 ડિગ્રી ઓછી ગરમીનો અહેસાસ કરાવે છે

|

Jun 10, 2021 | 10:08 PM

અમદાવાદ (Ahmedabad)ના સાયન્સ સીટી વિસ્તારમાં કોર્પોરેશનના નાનકડા ઉગતી નામના પ્લોટમા  વન(Forest)નું નિર્માણ કર્યું છે. આ ઉગતી નામના વનમાં અમદાવાદની ગરમી કરતા 15 ડીગ્રી ઓછી ગરમીનો અહેસાસ થાય છે.

Ahmedabad માં આકાર પામ્યું અનોખું વન, શહેર કરતાં 15 ડિગ્રી ઓછી ગરમીનો અહેસાસ કરાવે છે
Ahmedabad માં આકાર પામ્યું અનોખું વન

Follow us on

અમદાવાદ (Ahmedabad)ના સાયન્સ સીટી વિસ્તારમાં કોર્પોરેશનના નાનકડા ઉગતી નામના પ્લોટમા  વન(Forest)નું નિર્માણ કર્યું છે. કોર્પોરેશનના બગીચા વિભાગ દ્વારા બે વર્ષ પહેલા એપીએમસીના પ્લોટ પર જ ગીચ વૃક્ષો લગાવ્યા હતા. જે બે વર્ષમા બાર ફૂટથી પણ ઉંચા ઝાડમાં વિકસિત થઇ ચૂક્યા અને આ જગ્યા વન (Forest) માં  તબદીલ થઇ હોય તેમ લાગે છે.

અમદાવાદની ગરમી કરતા 15 ડીગ્રી ઓછી ગરમીનો અહેસાસ

આ વનની વિશેષતા એ છે કે તેમાં  જીમ એટલે કે કસરત કરવાના તમામ સાધનો છે. તેમજ શાંતિથી બેસી શકાય તે પ્રકારનું સિટિંગ એરેજમેન્ટ કરવામા આવ્યુ છે. જેમાં ઉગતી વનમાં અમદાવાદની ગરમી કરતા 15 ડીગ્રી ઓછી ગરમીનો અહેસાસ થાય છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

ગીચ વૃક્ષોને કારણે સૂર્યનું કિરણ આ વનમાં મુશ્કેલીથી પ્રવેશ કરી શકે

અમદાવાદ(Ahmedabad)માં ભલે 45 ડિગ્રી ગરમી હોય પરંતુ ઉગતી વનમાં આવનાર વ્યક્તિને શિયાળાની સવાર જેવી ઠંડકનો અનુભવ થશે વનની વિશેષતા એ પ્રકારની છે કે સુવ્યવસ્થિત રીતે વૃક્ષો લગાવવામાં આવ્યા છે અને તેનો છાયડો અને ઠંડક કોઈપણ વ્યક્તિનું મન મોહી લે તેમ છે.આ ઉપરાંત ઉગતીની વિશેષતા એ પ્રકારની છે કે તેમાં લગાવવામાં આવેલા ગીચ વૃક્ષોને કારણે સૂર્યનું કિરણ આ વનમાં મુશ્કેલીથી પ્રવેશ કરી શકે છે.

આ વનની મુલાકાતે આવનાર કોઇ પણ વ્યક્તિને ડાંગ કે સાપુતારાનાં જંગલોમાં જવાની અનુભૂતિનો આનંદ થાય.

 પ્લોટમાં બગીચાની જગ્યા ઉપર આ પ્રકારના  વનનું નિર્માણ કરાશે 

હાલમાં તો ઉગતી નામના આ વનનું નિર્માણ થઈ ચૂકયું છે પરંતુ તેનું લોકાર્પણ આવનારા ટૂંક સમયમાં જ કરવામાં આવશે અમદાવાદમાં હવે કોર્પોરેશનના બાગ બગીચા વિભાગ દ્વારા એએમસીના નાના મોટા પ્લોટમાં બગીચાની જગ્યા ઉપર આ પ્રકારના  વનનું નિર્માણ કરવાનુ આયોજન છે.

પર્યાવરણ પ્રેમીઓએ પણ હવે જાગૃત થવાની જરૂર

અમદાવાદ(Ahmedabad)શહેરના તમામ તળાવ અને બગીચામા આવા જ ગીચ વૃક્ષો  ઉગાડવાનું  આયોજન છે. પર્યાવરણ પ્રેમીઓએ પણ હવે જાગૃત થવાની જરૂર છે.  તેમજ લોકોએ  પોતાના ઘરની આસપાસ નકામી નાની મોટી જગ્યામાં ગીચ વૃક્ષો વાવી ગરમીથી જ નહીં પરંતુ સારો ઓક્સિજન મળી રહે તે માટે ના પ્રયત્નો મા પણ લાગી જવું જોઈએ. લોકો પોતાના ઘરની આજુબાજુ આ પ્રકારે ગીચ વૃક્ષોનું જતન કરે તો ઓછી જગ્યામા વધુ વૃક્ષોનુ વાવેતર કરી શકાય છે.

Published On - 10:05 pm, Thu, 10 June 21

Next Article