ગુજરાતમાં(Gujarat) વડોદરા- મુંબઈ એકસપ્રેસ- વે( Vadodara Mumbai Express Way)નું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જેમાં અમદાવાદથી વડોદરા એક્સપ્રેસ હાઇવે બાદ હવે વડોદરાથી મુંબઈ એકસપ્રેસ વેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં સુરત(Surat) જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વે ના કામ માટે સંપાદિત કરવામાં આવેલી જમીનની એવોર્ડ મુજબની કિંમત ખેડૂત ખાતેદારોને અપૂરતી લાગી હતી. તેથી સુરત જિલ્લા કલેક્ટર સમક્ષ આર્બિટ્રેશન હેઠળ ખેડૂતો દ્વારા અરજી કરવામાં આવી હતી.
જેથી ખેડૂતો દ્વારા કરેલ અરજીઓના અનુસંધાને કલેક્ટર દ્વારા ખેડૂતોની લાગણીને સમજીને ખુબ જ સંતોષકારક અને આકર્ષક વળતર નક્કી ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ નવી રકમ વધારીને આપવા આવી રહી છે. જેથી હુકમ કરવામાં આવેલ મુજબનું વળતર હવે ખેડૂત ખાતેદારોને મળી રહ્યું છે. જે પૈકી આર્બિટ્રેશન હુકમ મુજબનું પ્રથમ વળતર બારડોલી તાલુકાના -નૌગામા,ભુવાસણ ,તથા નીણતના મળીને કુલ 28 ખેડૂત ખાતેદારોને કુલ રૂ.42 કરોડના ચેકો ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે આપવામાં આવ્યા હતા.
મુંબઇ – વડોદરા એક્સપ્રેસ વે માં ખેડૂતોએ જમીન સંપાદન મામલે વિરોધ નોંધાવ્યો હતો. આખરે ખેડૂતનો માંગને ધ્યાનમાં રાખી સરકાર વળતર વધારવામાં આવ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતના કુલ 32 ગામો ના 1200 ખાતેદારને વળતર આપવામાં આવશે. તેમજ અંદાજીત 5 હજારથી વધુ ખેડૂત પરિવારને વળતર મળશે. જેમાં એક ખેડૂતને એક વિઘા દીઠ 1 કરોડથી વધુનું વળતર આપવાનું નક્કી કરાયું છે.
જેમાં જૂની જંત્રી મુજબ 3 લાખ થી 15 લાખ સુધીનું વળતર હતું તેના બદલે 1 કરોડ થી વધુ આપવામાં આવી રહ્યું છે ખેડૂતો ખુશ જોવા મળ્યા હતા. જેમાં બારડોલી તાલુકાના ત્રણ ગામો અનુક્રમે નોગામા, ભુવાસણ તથા નિણત ની પેમેન્ટની ચૂકવણી કરવામાં આવી ખેડૂતોને ચેક વિતરણ કરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ, પૂર્વ મંત્રી ઇશ્વરભાઇ પરમાર તથા સુરત કલેકટર આયુષભાઈ ઓક હાજર રહ્યા હતા
ગુજરાતમાં રોડ રસ્તા સુધારવા માટે અને નવા બનાવવા માટે સરકાર સતત કામ કરી રહી છે. ત્યારે વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે બનવાનું કામ ચાલી રહ્યું છે તેમાં ખેડૂતો ની સંપાદિત જમીનના નાણાં ચૂકવામાં આવ્યા છે.જેમાં કુલ સુરત જિલ્લાના 37 ગામો સંપાદન હેઠળ છે. જયારે સંપાદન હેઠળ સુરત જિલ્લાનો 612 હેક્ટર જમીન વિસ્તાર છે. તેમજ એક વીધે 1 કરોડથી વધુ નું વળતર આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અમેરિકામાં પણ પ્રેક્ટિસ કરી શકે તે માટે કવાયત શરૂ
આ પણ વાંચો : ગુજરાતની ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું મંગળવારે પરિણામ, રાજકીય પક્ષોની ઉત્સુકતા વધી
Published On - 12:27 pm, Mon, 4 October 21