યુક્રેનમાં પાટણના 30થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા, તમામને પોલેન્ડ ખસેડવાની યુક્રેન એમ્બેન્સીની તૈયારી

|

Feb 24, 2022 | 1:55 PM

યુક્રેનમાં પાટણના 30થી વઘુ વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. આ તમામ વિદ્યાર્થીઓને પોલેન્ડ ખસેડવાની યુક્રેન એમ્બેન્સીએ તૈયારી શરૂ કરી દીધી છે, પરીક્ષાઓ ઓનલાઈન કરી દેવામાં આવી

યુક્રેનમાં પાટણના 30થી વધુ વિદ્યાર્થીઓ ફસાયા, તમામને પોલેન્ડ ખસેડવાની યુક્રેન એમ્બેન્સીની તૈયારી
યુક્રેનમાં ફસાયેલા પાટણા વિદ્યાર્થીઓના પરિવારજનો ચિંતામાં

Follow us on

યુક્રેનમાં પાટણના 30થી વઘુ વિદ્યાર્થીઓ ફસાયા હોવાની માહિતી મળી છે. આ તમામ વિદ્યાર્થીઓને પોલેન્ડ ખસેડવાની યુક્રેન એમ્બેન્સીએ તૈયારી શરૂ કરી દીધી છે. યુદ્ધીની સ્થિતીને પગલે વિદ્યાર્થીઓની પરીક્ષાઓ હવે ઓનલાઇન કરવાનો પરિપત્ર જાહેર કરી દેવામાં આવ્યો છે.

યુક્રેનાં ફસાયેલા ગુજરાતી વિદ્યાર્થીઓએ જણાવ્યું છે કે યુદ્ધ શરૂ થતાં લોકોમાં ભયને માહોલ છે. લોકો જરૂરી ચીજવસ્તુઓ ખરીદવા દોડી રહ્યા છે. કીવ શહેરમાં કરીયાણુ અને ATM સેન્ટરો પર લાંબી કતારો લાગી છે. વિદ્યાર્થીઓ પણ ચિંતામાં છે.

વડોદરા જિલ્લાના પાદરાના મોભાગામની વિદ્યાર્થિની એમ.બી.બી.એસ ના અભ્યાસ અર્થે યુક્રેન ના ચારનીવેસ્ટના બુકો વિનિયન્સ યુનિવર્સિટીમાંમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. હાલમાં યુક્રેન અને રુસ વચ્ચે સર્જાયેલી તંગદિલીના કારણે અદિતિ પંડ્યાનો પરિવાર બન્યો ચિંતાતુર બન્યો છે. તેમણે વડોદરા ના સાંસદ રંજનબેન ભટ્ટ સહિત ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ સાથે વાત ચિત કરી અદિતીને પરત લાવવા રજૂઆત કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

યુક્રેન-રશિયા વિવાદ બાદ ભારત સરકારે પણ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવાનું મિશન શરૂ કરી દીધુ છે. મહત્વનું છે કે મંગળવારે એર ઈન્ડિયાની ફ્લાઇટે કીવથી ઉડાન ભરી હતી. જાણકારી પ્રમાણે આ ફ્લાઇટ દિલ્હી રાત્રે 11.45 કલાકે પહોંચી હતી. જેમાં યુક્રેનમાં રહેતા 242 ભારતીયોને પરત લાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે એર ઈન્ડિયાના વિમાનથી ભારત પહોંચેલા લોકોને લેવા માટે તેમના પરિવારજનો પહેલાંથી એરપોર્ટ પર હાજર હતા.

યુક્રેન માટે એર ઈન્ડિયાના વિમાને પહેલી ઉડાન મંગળવારે સવારે 7.30 કલાકે ભરી હતી. તેમાં પૂરી ક્ષમતા સાથે 242 લોકોને લાવવામાં આવ્યા. એર ઈન્ડિયાના બોઈંગ 787 ડ્રીમલાઇનર વિમાનમાં ભારતીય લોકોને લાવવામાં આવ્યા છે.

મહત્વનું છે કે હજુ 24 અને 26 ફેબ્રુઆરીએ પણ એર ઈન્ડિયાનું વિમાન યુક્રેનમાં ફસાયેલા લોકોને કાઢવા માટે ઉડાન ભરશે. એર ઈન્ડિયાએ આ પહેલાં યુક્રેન માટે ક્યારેય કોઈ ફ્લાઇટ ચલાવી નથી. પરંતુ સંકટમાં ફસાયેલા ભારતીયોને બચાવવા માટે સરકારે નિર્ણય લીધો કે એર ઈન્ડિયાની ફ્લાઇટ કીવ જશે અને ભારતીયોને કાઢીને લાવશે.

એર ઈન્ડિયાની તરફથી જણાવવામાં આવ્યું કે, આગામી સપ્તાહે મંગળવાર, ગુરૂવાર અને શનિવારે ભારતથી યુક્રેન માટે 256 સીટર બોઈંગ મોકલવામાં આવશે. યૂક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો બુકિંગ ઓફિસ, વેબસાઇટ, કોલસેન્ટર અને ટ્રાવેલ એજન્ટો પાસેથી બુકિંગ કરાવી શકશે.

આ પણ વાંચો : કચ્છઃ અદાણી મુન્દ્રા પોર્ટ પરથી 4 કરોડની કિંમતનો રક્ત ચંદનનો જથ્થો ઝડપાયો

આ પણ વાંચો : છોટા ઉદેપુર : નાલેજ ગામમાં ડેમ પાણીથી છલોછલ, પણ અણઘડ વહીવટને કારણે ખેડૂતો સિંચાઇથી વંચિત

Published On - 1:52 pm, Thu, 24 February 22

Next Article