સુરતમાંથી બે જણા 100 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા, 5.80 લાખનો મુદ્દામાલ જપ્ત

|

Sep 19, 2020 | 12:51 PM

સુરત: બળદેવ સુથાર  ડ્રગ્સ બાબતે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી અવારનવાર ચર્ચામાં આવી રહ્યું છે. સુરતમાં ડ્રગ્સનુ સેવન વધી રહ્યુ હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે જ સુરતના  પુણા વિસ્તારમાંથી બે વ્યક્તિઓને મેક્રોટોન નામના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે સુરત એસઓજીએ ઝડપી પાડ્યા છે. બન્ને પાસેથી પકડાયેલ મેક્રોટોન ડ્રગ્સની કિંમત પાંચ લાખ રૂપિયા આંકવામાં આવી છે. એસઓજીની […]

સુરતમાંથી બે જણા 100 ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયા, 5.80 લાખનો મુદ્દામાલ જપ્ત

Follow us on

સુરત: બળદેવ સુથાર 

ડ્રગ્સ બાબતે સુરત શહેર છેલ્લા ઘણા સમયથી અવારનવાર ચર્ચામાં આવી રહ્યું છે. સુરતમાં ડ્રગ્સનુ સેવન વધી રહ્યુ હોય તેવુ લાગી રહ્યું છે. ત્યારે જ સુરતના  પુણા વિસ્તારમાંથી બે વ્યક્તિઓને મેક્રોટોન નામના પ્રતિબંધિત ડ્રગ્સ સાથે સુરત એસઓજીએ ઝડપી પાડ્યા છે. બન્ને પાસેથી પકડાયેલ મેક્રોટોન ડ્રગ્સની કિંમત પાંચ લાખ રૂપિયા આંકવામાં આવી છે. એસઓજીની મળેલી બાતમીના આધારે મેક્રોટોનના જથ્થા સાથે પકડાયેલા બન્ને યુવાનો અગાઉ 2019માં પણ ડ્રગ્સ સાથે ઝડપાયેલા હોવાનું તપાસમાં ખુલ્યુ છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

સુરત એસઓજીને બાતમી મળી હતી કે, પુણાના સરદાર માર્કેટ પાસે બે વ્યક્તિઓ ડ્રગ્સ લઈને આવવાના છે. જેના આધારે એસઓજી પોલીસે  ઝાંપાબજાર ખાતે રહેતા મુસ્તફા જોહર વાણા અને ઈશ્તીયાઝ ઉર્ફે લાલા ફિરોજ મલેકને ઝડપી પાડ્યા હતા. અને બન્નેની તલાશી લેતા આરોપી પાસેથી 100 ગ્રામ જેટલુ પ્રતિબંધિત મેક્રોટોન ડ્રગ્સ મળી આવ્યું હતું. જેની બજાર કિંમતપાંચ લાખ અંદાજવામાં આવી છે. બન્ને આરોપીઓ પાસેના ટુ વ્હીલર તથા મોબાઈલ ફોન  સહીત કુલ 5.80 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને અન્ય આરોપીઓ અંગેની તપાસ હાથ ધરી છે.

 

 

આ બન્ને જણા ડ્રગ્સ ક્યાંથી લાવ્યા હતા, અને કોને ક્યાં આપવા જતા હતા તે વિગત પોલીસે મેળવીને અન્ય ચાર જણાની સંડોવણી ખુલી છે. જેમને વોન્ટેડ જાહેર કરીને ચારેય આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો પકડાયેલા ઈપ્તીયાઝ ઉર્ફે લાલા ફિરોજ મલેક નાનો સને ૨૦૧૯માં ૧૯ ગ્રામ ડ્રગ્સ સાથે ઝડપાયો હતો. પોલીસનું માનવુ છે કે આ કેસમાં ઉડાણપૂર્કની તપાસમાં વધુ કેટલાકની સંડોવણી સાથે ડ્રગ્સ રેકેટમાં અનેક રહસ્યો સામે આવવાની સંભાવના છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

 

Published On - 11:48 am, Sun, 6 September 20

Next Article