Tv9 Impact: અહેવાલ બાદ નેશનલ હાઈવે ઓથોરિટી જાગી, દાહોદથી ચિત્તોડગઢને જોડતા હાઈ-વેનું સમારકામ શરુ

|

Dec 06, 2021 | 8:12 AM

Dahod: TV9ના વધુ એક અહેવાલના પડઘા પડ્યા છે. અહેવાલ બાદ નેશનલ હાઈવે ઓથોરિટી જાગી અને દાહોદથી ચિત્તોડગઢને જોડતા હાઈ-વેનું સમારકામ શરુ કરી દીધું છે.

Dahod: ફરી એકવાર TV9ના અહેવાલના પડઘા પડ્યા છે. તાજેતરમાં જ TV9એ પ્રસિદ્ધ કરેલા દાહોદથી ચિત્તોડગઢને જોડતા નેશનલ હાઈ-વેની (National Highway) બિસ્માર હાલત અંગેના અહેવાલ બાદ. નેશનલ હાઈ-વે ઓથોરિટી સફાળી જાગી છે અને હાઈ-વેનું સમારકામ શરૂ કર્યું છે. લાંબા સમયથી બીસ્માર હાઈ-વેના કારણે વાહનચાલકો પરેશાન હતા. હાઈ-વેનું કામ શરૂ થતાં વાહનચાલકો અને ટ્રાન્સ્પોર્ટરોએ પણ ટીવી9નો આભાર માન્યો હતો.

તો જણાવી દઈએ કે દાહોદથી ચિત્તોડગઢને જોડતા નેશનલ હાઇવે પર ઉપબડખાબડ રસ્તાને કારણે વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યાં હતા. રસ્તાની હાલત એટલી ખરાબ હતી કે આ રસ્તા પરથી પસાર થતાં હાડકા ઠીલા થઈ જાય. લીમડી નજીક 3 ફુટ સુધી ઉંડા ખાડા પડી ગયા હોવાનો અહેવાલ દર્શાવવામાં પણ આવ્યો હતો. તો દાહોદથી ઝાલોદ જવુ હોય તો પણ ટોલટેક્ષ ચૂકવો પડે છે.

જ્યારે 75 થી માંડી 500 રૂપિયા સુધી જુદા જુદા વાહનો પાસે ટોલ ટેક્ષ લેવામા આવે છે પરંતુ તેની સામે જે રોડ સ્માર્ટ હોવા જોઈએ તેવી કોઈ સુવિધા જોવા મળી રહી ન હતી. જીલ્લા યુથ કોંગ્રેસ દ્વારા 10 દિવસમાં જો આ રોડનું સમારકામ કરવામાં નહીં આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. તો બીજી તરફ નેશનલ હાઇવે ટોલ બુથના મેનેજરના જણાવ્યા મુજબ આ રોડના રીપેરીંગ અંગે ટેન્ડર અગાઉ પણ અપાયેલું હતું.

 

આ પણ વાંચો: નવા સુકાની થશે નવસર્જ? જગદીશ ઠાકોર આજે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તરીકે પદભાર સંભાળશે

આ પણ વાંચો: Gandhinagar: વાયબ્રન્ટમાં આવનારા મહેમાનોને પણ રહેવું પડશે ક્વોરન્ટાઈન, કેન્દ્રની ગાઈડલાઈન, જાણો વધુ

Next Video