TV9 GUJARATI Exclusive: ગરીબ અને મધ્યમ વર્ગને મફતમાં રસી આપવા DyCM નીતિન પટેલના સંકેત

ગુજરાતના આરોગ્ય મંત્રી નીતિન પટેલે TV9 Gujarati સાથેની Exclusive મુલાકાતમાં આગામી દિવસોમાં ગુજરાતમાં ગરીબ અને મધ્યમવર્ગને મફતમાં રસી આપવાનો સરકાર નિર્ણય કરી શકે છે તેવા સંકેત આપ્યા હતા.

TV9 GUJARATI Exclusive: ગરીબ અને મધ્યમ વર્ગને મફતમાં રસી આપવા DyCM નીતિન પટેલના સંકેત
| Edited By: | Updated on: Jan 15, 2021 | 5:02 PM

ગુજરાતના આરોગ્ય મંત્રી નીતિન પટેલે TV9 Gujarati સાથેની Exclusive મુલાકાતમાં આગામી દિવસોમાં ગુજરાતમાં ગરીબ અને મધ્યમવર્ગને મફતમાં રસી આપવાનો સરકાર નિર્ણય કરી શકે છે તેવા સંકેત આપ્યા હતા. દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના વેક્સિન અભિયાનનો પ્રારંભ થવાનો છે. ગુજરાતમાં પણ અભિયાન માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમજ તમામ સ્થળોએ યોગ્ય વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.

 

ગુજરાતના આરોગ્ય મંત્રી નીતિન પટેલે TV9 Gujarati સાથેની Exclusive મુલાકાતમાં જણાવ્યું હતું કે રાજ્યના સીએમ વિજય રૂપાણી તેમજ નાયબ સીએમ નીતિન પટેલ શરૂઆતના તબક્કામાં રસી નહીં લે. તેમણે વધુમાં ઉમેર્યું કે પહેલાં જરુરિયતમંદ વોરિયર્સને રસી મળે તે સરકારની પ્રાથમિકતા છે. આ ઉપરાંત રસીનો યશ ભાજપ ખાટી રહી છે તેવા સવાલના જવાબમા તેમણે વિપક્ષને સણસણતો જવાબ આપ્યો હતો કે અમે સુરક્ષિત વેકિસિન મળે તે માટે પ્રયાસો કર્યા છે તો જશ તો અમે જ લઈએ એમાં ખોટું શું છે. તેમજ ગુજરાતમાં વેક્સિનેશન એક મોટો પડકાર છે પણ અમે તેને પહોંચી વળીશું