Tv9 exclusive : રાજ્યમાં ટુંક સમયમાં શરૂ થશે 112ની સેવા, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની મોટી જાહેરાત

|

Dec 01, 2021 | 6:51 PM

રાજ્યના નાગરિકો માટે સારા સમાચાર છે. હવે ઇમરજન્સી સેવાઓ માટે અલગ અલગ નંબર પર ફોન કરવામાંથી નાગરિકોને છૂટકારો મળશે. જી હા, ટીવી9ના મંચ પરથી ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરી છે.

Tv9 exclusive : રાજ્યમાં ટુંક સમયમાં શરૂ થશે 112ની સેવા, ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીની મોટી જાહેરાત
MOS Home Harsh Sanghvi

Follow us on

AHMEDABAD : TV9 ગુજરાતી (TV9Guajrati)  ના વિશેષ સંવાદ કાર્યક્રમ “સતર્ક ગુજરાત”માં રાજ્યના સૌથી યુવાન પ્રધાન એટલે કે રાજ્યના ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી (Harsh Sanghvi) સાથે સીધી વાત કરવામાં આવી. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ રાજ્યના પોલીસ વિભાગ, રાજ્યમાં ડ્રગ્સ રેકેટના પર્દાફાશ સહીત અનેક વિષયો પર પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબ આપ્યા. આવો જાણીએ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ વિવિધ પ્રશ્નોના આપેલા જવાબ અને રાજ્યના ગૃહવિભાગની કામગીરી અંગેની મહત્વની વાતો.

રાજ્યના નાગરિકો માટે સારા સમાચાર છે. હવે ઇમરજન્સી સેવાઓ (Emergency service)માટે અલગ અલગ નંબર પર ફોન કરવામાંથી નાગરિકોને છૂટકારો મળશે. જી હા, ટીવી9ના મંચ પરથી ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghvi)  મોટી જાહેરાત કરી છે. અને રાજ્યમાં ટુંક સમયમાં 112 ઇમરજન્સી સેવા શરૂ કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગ વચ્ચે MOUની કામગીરી પૂર્ણ થઇ છે. અને જાન્યુઆરી માસના અંત સુધીમાં 112ની ઇમરજન્સી સેવા((Emergency service)) કાર્યરત કરી દેવાશે. તેઓએ સ્પષ્ટતા કરી છે કે પાયલોટ પ્રોજેક્ટના ભાગરૂપે રાજ્યના 8 જિલ્લામાં આ સેવાઓ શરૂ કરાશે. સરકારને અંદાજ છે કે 112ની સેવા શરૂ થતા રોજના 40 થી 50 હજાર કોલ આવી શકે છે. આમ હવે એ દિવસો દૂર નથી, જ્યારે ઇમરજન્સી સેવાઓ માટે હવે ગુજરાતના નાગરિકોનો અમેરિકાની ‘911’ની જેમ સિંગલ ઇમર્જન્સી સેવાનો લાભ મળશે.

પ્રશ્ન : રાજયમાં મહિલા અત્યાચારના કેસોમાં વધારો થયો છે, અને, ક્રાઇમ રેટ પર એક વર્ષમાં કેટલી બ્રેક લાગશે ?

આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો

આ સવાલના જવાબમાં ગૃહરાજય પ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું કે “ગુજરાત પોલીસ (Gujarat Police) ટ્રાન્સપ્રેરન્સીથી કામ કરે છે. ગુજરાત પોલીસ નાનામાં નાની ફરિયાદોને મહત્વ આપે છે. ગુજરાત પોલીસ(Gujarat Police) દેશના અન્ય રાજયો કરતા નાનામાં નાના કેસોને ફરિયાદ તરીકે લઇને નિરાકરણ લાવવામાં અગ્રેસર છે.” અને મહિલા સુરક્ષાની બાબતમાં ગુજરાત સૌથી સેઇફ રાજય હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું કે સમાજના દુષણને નાથવા આપણે સૌએ લડાઇ લડવાની જ છે. અને, પ્રજાને સાથે રાખીને સરકાર આ સમસ્યાના નિરાકરણ માટે હરહંમેશ તૈયાર રહેશે.

પ્રશ્ન : કયારેક લોકોને ઇમરજન્સીમાં જરૂર હોય ત્યારે હેલ્પલાઇન નંબર (Help number)નથી ચાલતો તેવી ફરિયાદો થતી હોય છે, આ માટે કોઇ એક જ હેલ્પલાઇન નંબર શકય બની શકે છે ?

આ સવાલના જવાબમાં ગૃહરાજય મંત્રી  (Harsh Sanghvi)હર્ષ સંઘવીએ ગુજરાતમાં ઝડપથી 112ની સેવા આવી રહી છે તેમ જણાવ્યું હતું. આ સેવા એટલે કે હેલ્પલાઇન બાબતે તમામ પ્રકારની કાર્યવાહી હાલ ચાલી રહી છે. અને, પ્રારંભિક તબક્કામાં સાતથી આઠ જિલ્લામાં આ સેવાનો શુભારંભ કરવામાં આવી શકે છે. અને, સેવા બાબતે ખુબ જ ઝડપથી કામગીરી પૂર્ણ કરવામાં આવશે.

નોંધનીય છેકે આ 112 હેલ્પલાઇન અંતર્ગત નીચેની હેલ્પલાઇન નંબરોને આવરી લેવાશે.

100 – પોલીસ વિભાગની ઇમરજન્સી સેવા
101- ફાયર વિભાગની ઇમરજન્સી સેવા
108 – આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ
181 – મહિલા અને બાળ વિકાસ વિભાગની અભયમ સેવા
1070 – મહેસૂલ વિભાગને લગતી સેવાઓ
1077 – ડિઝાસ્ટર વિભાગની સેવા
1962 – પશુપાલકો માટે ઇમરજન્સી સેવા

કેવી રીતે મળશે મદદ ?

‘112’ પર એક ફોન કોલથી ત્વરિત મદદ ઉપર આપેલી તમામ હેલ્પલાઇન નંબરોની સેવા મળી રહેશે. જેથી ત્વરિત મદદ માટે બીજા નંબર યાદ રાખવાની જરૂર રહેતી નથી. ઇમરજન્સી સેવા માટે વિવિધ નંબર પર ફોન કરવાની ઝંઝટમાંથી છુટકારો મળી રહેશે. મહિલાઓને SMS અને વેબ રિકવેસ્ટ દ્વારા મદદ પણ મળી રહેશે. પૅનિક બટન દબાવવાથી ત્વરિત મદદ મળી શકશે. મોબાઇલ પરથી IOS એલર્ટ મોકલી મદદ મેળવી શકાશે. ERSSની વેબસાઇટ પર ઇ-મેઇલ દ્વારા ત્વરિત મદદ મેળવી શકાશે. સ્માર્ટફોન નહીં હોય તો પણ નાગરિકો મદદ મેળવી શકશે. ફોનમાં 5 અને 9 નંબર દબાવવાથી ઇમરજન્સી સેવાની મદદ મળી રહેશે.

 

Published On - 12:22 pm, Wed, 1 December 21

Next Article