Triple Talaq : મહિલાની કુખે પુત્રીનો જન્મ થયો તો નારાજ પતિએ લગ્નની ત્રીજી વર્ષગાંઠે પત્નીને કહ્યું તલાક… તલાક… તલાક… , મામલો પોલીસ ચોપડે ચઢ્યો

|

Jul 06, 2023 | 1:10 PM

Bharuch : ભરૂચમાં ટ્રિપલ તલાક(Triple Talaq)નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુત્રને જન્મ ન આપનાર પત્નીથી નારાજ સાસરિયાઓએ મહિલાઓ ઉપર અત્યાચાર ગુજાર્યા બાદ કાઢી મૂકી હતી.પતિએ મળવાના બહાને આવી મહિલાને ત્રણ તલાક આપી ચાલ્યો ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

Triple Talaq : મહિલાની કુખે પુત્રીનો જન્મ થયો તો નારાજ પતિએ લગ્નની ત્રીજી વર્ષગાંઠે પત્નીને કહ્યું તલાક... તલાક... તલાક... , મામલો પોલીસ ચોપડે ચઢ્યો

Follow us on

Bharuch : ભરૂચમાં ટ્રિપલ તલાક(Triple Talaq)નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુત્રને જન્મ ન આપનાર મહિલાથી નારાજ સાસરિયાઓએ મહિલા ઉપર અત્યાચાર ગુજાર્યા બાદ પિયર કાઢી મૂકી હતી. લાંબા સમયથી માતા-પિતા સાથે દીકરીને લઈ ભરૂચમાં રહેતી મહિલાને કોસંબામાં રહેતા પતિએ મળવાના બહાને ભરૂચ આવી મહિલાને ત્રણ તલાક આપી નાસી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. 8 માર્ચ 2023 ની ઘટનાની તપાસ બાદ ભરૂચ બી ડિવિઝન પોલીસે કોસંબામાં રહેતા પતિ શાકિર ઈદ્રીશ શાહ , સસરા ઈદ્રીશ શાહ અને સાસુ અફસાના શાહ વિરુદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ IPC 498A તેમજ મુસ્લિમ મહિલા (લગ્ન પર અધિકારોનું રક્ષણ) અધિનિયમ 2019 ની કમ ૩ અને ૪ મુજબ ફરિયાદ દાખલ કરી છે.

ટ્રિપલ તલાક એટલેકે તલાક-એ-બિદાત શું છે?

ત્રણ તલાકને તલાક-એ-બિદાત છે. ટ્રિપલ તલાકને તલાક-એ-બિદઆત પણ કહેવામાં આવે છે કારણ કે તલાક લેવાની અને આપવાની અન્ય ઇસ્લામિક રીતો છે.

1 ઓગસ્ટ 2019 ના રોજ દેશમાં ટ્રિપલ તલાક કાયદો અમલમાં આવ્યો હતો. જો આંકડાઓ પર વિશ્વાસ કરવામાં આવે તો આ કાયદા બાદ  મુસ્લિમ મહિલાઓમાં અચાનક છૂટાછેડાનો ડર ખરેખર ઓછો થયો છે. કારણ કે આવી ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે પણ સંપૂર્ણ નિયંત્ર મળ્યું નથી.  આ કાયદો મુસ્લિમ મહિલાઓ માટેમહત્વનો સાબિત થયો છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

બંધારણની આ  પ્રક્રિયામાંથી પસાર કરાયો કાયદો

ભારતના બંધારણમાં ટ્રિપલ તલાક કાયદો અમલમાં આવ્યો છે. રાષ્ટ્રપતિએ 1 ઓગસ્ટ 2019ના રોજ ટ્રિપલ તલાક બિલને મંજૂરી આપી હતી. મોદી સરકારે આ બિલ 25 જુલાઈએ લોકસભામાં અને 30 જુલાઈએ રાજ્યસભામાં પાસ કરાવ્યું હતું. જો કે, આ કાયદો 19 સપ્ટેમ્બર 2018થી લાગુ ગણવામાં આવશે. બિલના અમલીકરણ પછી એટલેકે 19 સપ્ટેમ્બર 2018 પછી સામે આવેલા ટ્રિપલ તલાક સંબંધિત તમામ કેસ આ કાયદા હેઠળ ઉકેલવામાં આવશે. જણાવી દઈએ કે રાજ્યસભામાં બિલના સમર્થનમાં 99 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 84 વોટ પડ્યા હતા જ્યારે લોકસભામાં ટ્રિપલ તલાક બિલની તરફેણમાં 187 અને વિરોધમાં 74 વોટ પડ્યા હતા.

મારી પાસે કેસ સંબંધિત કોઈ માહિતી નથી :  M V Tadvi , PI B – Division

ચર્ચાસ્પદ મામલામાં ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર M V Tadvi નો સંપર્ક સાધવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે તેમની પાસે તેમાં પોલીસ સ્ટેશનમાં દાખલ ટ્રિપલ તલાકના  કેસની કોઈ જ માહિતી કે ફરિયાદની તેમને જાણ જ નથી.

Next Article