નવા વર્ષે મોંધી થશે મુસાફરી, અમદાવાદ થી મહારાષ્ટ્રના અનેક સ્થળો માટે જવા માટે ચૂકવવું પડશે વધુ ભાડું

|

Nov 03, 2021 | 7:05 PM

ગુજરાતની બોર્ડર સુધી ગુજરાત સરકારનું ભાડુ ચકવું પડશે જ્યારે મહારાષ્ટ્રની બોર્ડરમાં પ્રવેશ થશે એટલે મહારાષ્ટ્ર સરકારે નક્કી કરેલું ભાડુ ચૂકવું પડશે.

નવા વર્ષે મોંધી થશે મુસાફરી, અમદાવાદ થી મહારાષ્ટ્રના અનેક સ્થળો માટે જવા માટે ચૂકવવું પડશે વધુ ભાડું
Travel will be expensive in the new year More fare paid to travel from Ahmedabad to many places in Maharashtra (File Photo)

Follow us on

ગુજરાતમાં( Gujarat)હાલ દિવાળીના(Diwali)તહેવારોને લઈને લોકોમાં ઉત્સાહ છે. જો કે આ વચ્ચે એક માઠા સમાચાર સામે આવ્યા છે. જેમાં મહારાષ્ટ્ર સરકાર એસટી બસના ભાડામાં સાડા સત્તર ટકાનો વધારો કર્યો છે. જે ભાડા વધારાના કારણે ગુજરાતથી મહારાષ્ટ્ર જવું હવે મોંઘું પડશે. કારણ કે ગુજરાતની બોર્ડર સુધી ગુજરાત સરકારનું ભાડુ ચકવું પડશે જ્યારે મહારાષ્ટ્રની બોર્ડરમાં પ્રવેશ થશે એટલે મહારાષ્ટ્ર સરકારે નક્કી કરેલું ભાડુ ચૂકવું પડશે.

મહત્વનું છે કે ગુજરાત એસટી બસની મહારાષ્ટ્ર જતા 244 ટ્રીપ ચાલી રહી છે. જેમાં રોજના અંદાજીત 10 હજાર પ્રવાસીઓની ગુજરાતી થી મહારાષ્ટ્ર વચ્ચે અવર જવર થાય છે. ત્યારે ભાડા વધારાનો બોજો પ્રવાસીઓના ખિસ્સા પર પડશે.

મહારાષ્ટ્રના અનેક સ્થળો પર જવાના મુસાફરીના જૂના અને નવા દર

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

અમદાવાદ થી શિરડીનું  પહેલા સાદી બસનું ભાડુ 467 રૂપિયા હતું જે વધીને 497 રૂ થયું.

અમદાવાદ થી શિરડીનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ 477 હતું જે વધારીને 509 રૂ.થયું.

અમદાવાદ-નાસિકનું પહેલા સાદી બસનું ભાડુ 344 રૂપિયા હતું જે વધીને 354 રૂ થયું.

અમદાવાદ થી નાસિકનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ 355 હતું જે વધારીને 365 રૂ.થયું..

અમદાવાદ-ચોપડાનું પહેલા સાદી બસનું ભાડુ 419 રૂપિયા હતું જે વધીને 449 રૂ થયું..

અમદાવાદ -ચોપડાનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ 431 હતું જે વધારીને 461 રૂ. થયું.

અમદાવાદ-શાહદાનું પહેલા સાદી બસનું ભાડુ 289 રૂપિયા હતું જે વધીને 294 રૂ થયું..

અમદાવાદ થી શાહદાનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ 301 હતું જે વધારીને 306 રૂ. થયું.

અમદાવાદ-શિરપુર પહેલા સાદી બસનું ભાડુ 359 રૂપિયા હતું જે વધીને 379 રૂ થયું..

અમદાવાદ થી શિરપુરનું પહેલા ભાડુ ગુર્જરનગરી બસનું ભાડુ 371 રૂ. હતું જે વધારીને 391 રૂ. થયું.

અમદાવાદ-ઔરંગાબાદ પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ 577 હતું જે વધારીને 637 રૂ. થયું.

અમદાવાદ-ધુલિયા પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ 382 હતું જે વધારીને 412 રૂ. થયું.

અમદાવાદ-ચાલીસગાવ પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ 457 હતું જે વધારીને 497 રૂ. થયું.

અમદાવાદ- અજંતા ઇલોરા પહેલા ગુર્જરનગરી બસનું ભાડુ 542 હતું જે વધારીને 592 રૂ. થયું.

આ પણ વાંચો : ગુજરાતમાં માતા પિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, સુરતમાં બાળક ફટાકડો ગળી જતાં મૃત્યુ થયું

આ પણ વાંચો : ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ આ રીતે કરશે નવા વર્ષની ઉજવણી, આવો છે સમગ્ર કાર્યક્રમ

Next Article