ચૂંટણી પહેલા ગુજરાતમાં IAS અધિકારી અને મામલતદારના બદલીઓનો દોર, 23 IAS ઓફિસરની થઇ બદલી

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા બદલીઓનો દોર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં 23 IAS ઓફિસરની બદલી થઇ છે. તો મામલતદારની પણ બદલી થઇ છે.

ચૂંટણી પહેલા ગુજરાતમાં IAS અધિકારી અને મામલતદારના બદલીઓનો દોર, 23 IAS ઓફિસરની થઇ બદલી
ગુજરાતમાં IAS અધિકારીઓની બદલી
Image Credit source: પ્રતિકાત્મક તસવીર
| Edited By: | Updated on: Oct 12, 2022 | 5:04 PM

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી (Assembly elections in Gujarat) પહેલા બદલીઓનો (Transfer) દૌર જોવા મળી રહ્યો છે. પહેલા પોલીસ વિભાગ ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટરની બદલી બાદ હવેગુજરાતમાં 23 IAS ઓફિસરની બદલી થઇ છે. તો મામલતદારોની પણ બદલી થઇ છે. અમદાવાદના નવા મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારસન બન્યા છે. અમદાવાદના (Ahmedabad) નવા કલેક્ટર ધવલ પટેલ બન્યા છે. તો રમેશ મેરઝા ભાવનગરના કલેક્ટર બન્યા છે. આણંદના કલેક્ટર તરીકે ડી.એસ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. ડી.પ્રવિણાની ગાંધીનગર કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રમેશ મેરઝાની ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

ગુજરાત ચૂંટણી પહેલા આજે ફરીથી રાજ્યમાં 23 આઈએએસ ઓફિસરની બદલી કરાઇ છે. જેમાં અમદાવાદના નવા કલેક્ટર ધવલ પટેલને બનાવવામાં આવ્યા છે. આણંદના કલેક્ટર તરીકે ડી.એસ ગઢવીની નિમણૂક કરવામાં આવી છે. ડી.પ્રવિણાની ગાંધીનગર કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. રમેશ મેરઝાની ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. યોગેશ નિરગુડે ટ્રાઈબલ ડેવલપમેન્ટના ડિરેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. આ સાથે દિલીપ રાણાની કચ્છના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. બી.આર દવેની તાપીના કલેક્ટર તરીકે, બી.કે પંડ્યાની મહીસાગરના કલેક્ટર તરીકે, આ સાથે રમેશ મેરઝાની ભાવનગરના કલેક્ટર તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

ધર્મેન્દ્રસિંહ જાડેજાની ડાંગના કલેક્ટર તરીકે અને જી.ટી પંડયાની મોરબીના કલેક્ટર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જ્યારે પી.આર જોષી ભરૂચના DDO બન્યા છે. બી.કે વસાવા સુરતના DDO બન્યા છે. એસ.ડી ધાનાણી દ્વારકાના DDO, સંદીપ સાગલે ગાંધીનગરના કમિશનર બન્યા છે.

જુઓ 23 IAS અધિકારીઓની બદલી ક્યાં થઇ

Published On - 3:44 pm, Wed, 12 October 22