ગુજરાતના આ શહેરમાં ટ્રાફિક નિયમોનું પાલન કરનારને મળશે પેટ્રોલ કુપન, જાણો આ જોરદાર સ્કીમ વિશે

|

Nov 26, 2021 | 9:07 AM

Vadodara: શહેરમાં હવે ટ્રાફિક નિયમનું પાલન થાય તે માટે ટ્રાફિક નિયમનું પાલન કરનાર વ્યક્તિને 100 રૂપિયાની પેટ્રોલની કુપન આપી સન્માન કરવામાં આવશે.

Vadodara: ટ્રાફિક નિયમોનું (Traffic rules) પાલન થાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય એ માટે વડોદરા પોલીસ નવા આઈડિયા સાથે આવી છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારને દંડ થયાનું તો તમે સાંભળ્યું હશે. પરંતુ ટ્રાફિક નિયમોનું પાલન કરનારના સન્માન વિશે ક્યારેય સાંભળ્યું છે? હા હવે વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વ્યક્તિનું સન્માન કરાશે. માત્ર સન્માન જ નહીં પરંતુ આવા વ્યક્તિઓને ઇનામ (Prize) પણ આપવામાં આવશે.

જણાવી દઈએ કે ટ્રાફિક નિયમનું પાલન કરનાર 50 વ્યક્તિને રોજ 100 રૂપિયાની પેટ્રોલની કુપન (Prize) આપી સન્માન કરવામાં આવશે. વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે ટ્રાફિક ચેમ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સ્કીમ એક વર્ષ સુધી ચાલુ રાખવામાં આવશે. પોલીસ કમિશનરે કહ્યું કે વડોદરા શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા આ સ્કીમ ચાલુ કરાશે. અને જે વ્યક્તિ ટ્રાફિકના નિયમ પાળશે તેની પસંદગી કરાશે અને દરરોજ 50 વ્યક્તિઓને કૂપન આપવામાં આવશે.

જણાવી દઈએ કે આ સ્કીમ મુજબ દરરોજ ટ્રાફિકનું પાલન કરતા 50 લોકોનું સમ્માન કરવામાં આવશે. તેમજ તેમને ઇનામ રૂપે પેટ્રોલની કુપન પણ આપવામાં આવશે. આ સ્કીમ વડોદરા શહેરમાં એક વર્ષ સુધી ચલાવવામાં આવશે.

 

આ પણ વાંચો: Vadodara: દુષ્કર્મ અને આત્મહત્યા કેસમાં ઓએસીસ સંસ્થા પર શંકા, સંસ્થાના સમર્થનમાં આવ્યા વિદ્યાર્થી અને વાલીઓ

આ પણ વાંચો: Constitution Day 2021: જાણો 26 નવેમ્બરે શા માટે મનાવવામાં આવે છે સંવિધાન દિવસ ? અહી વાંચો તેની સાથે જોડાયેલી રોચક વાતો

Next Video