Video: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદે મચાવ્યો ખળભળાટ, જુઓ આ 30 વિસ્તારના ભયજનક દ્રશ્યો

|

Sep 29, 2021 | 5:31 PM

દક્ષિણ ગુજરાતમાં ભરૂચથી માંડીને સુરતમાં ધોધમાર વરસાદની અસર જોવા મળી છે. ક્યાંક પાણી ભરાયા છે તો ક્યાય ગામોના ગામો સંપર્ક વિહોણા છે. ચાલો મેળવીએ માહિતી.

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. સૌથી વધુ વરસાદ ભરૂચમાં 7 ઇંચ જોવા મળ્યો. વરસાદથી પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હાંસોટમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો છે. તો અંકલેશ્વરમાં 5.5 ઇંચ વરસાદ પડ્યો છે. વાલિયા- 4 ઇંચ, વાગરા- 4 ઇંચ, ઝઘડિયા- 3 ઇંચ, નેત્રંગ- 3 ઇંચ, જંબુસર- 2 ઇંચ અને આમોદ- 1.5 ઇંચ વરસાદ થયો છે.

આજે તમને આ વિસ્તારની તસ્વીરો અને તેની સ્થિતિની જાણ આપવા જઈ રહ્યા છીએ. દ્રશ્યો આપ વિડીયોમાં જોઈ જ શકો છો સાથે તમને જણાવી દઈ કે ભરૂચ જિલ્લામાં સતત 14 કલાકથી વરસતો વરસાદ આફત બન્યો છે. જિલ્લામાં 14 કલાકમાં જ મૌસમના 12% વરસાદ પડતાં જનજીવન ઠપ થયું છે. ભારે વરસાદને પગલે ભરૂચ શહેરના ફુરજા, ડભોઈયાવાડ, સેવાશ્રમ રોડ, કસક સહિતના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં હતાં. સવારના નોકરિયાત વર્ગને ભારે હાલાકી પહોંચી હતી, તો અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓને રજા જાહેર કરી દેવામાં આવી હત.

ભરૂચના ફુરજા ગાંધી બજાર વિસ્તારની પણ તસ્વીરો સામે આવી છે. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે, રોડ પર પાણીનો ધસમસતો પ્રવાહ વહી રહ્યો છે. દુકાનની પાળી સુધી પાણી પહોંચી ગયું છે. અમુક દુકાનોમાં તો પાણી ઘુસી જતા વેપારીઓને ભારે પરેશાન થયા છે. તો બીજી તરફ દાંડિયા બજારમાં નદી વહેવા લાગી.

ભરૂચના સુથિયાપુરા વિસ્તાર પણ બેટમાં ફેરવાઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. પાણી ભરાવાના કારણે લોકો તો ડરી ઘર છોડી અન્ય રહેવા જવા મજબૂર બન્યા. આપ ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારના દ્રશ્યો વિડીયોમાં જોઈ શકો છો. શહેરના કસક વિસ્તાર, ઈન્દિરા નગર, ઝુપડપટ્ટીની ખાડીના 150 મકાન પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેમજ 400 પરિવારને ઘર છોડી જીવ બચાવવા અન્ય સ્થળોએ રહેવા મજબૂર બનવું પડ્યું છે.

તેમજ દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ઉમરપાડા અને ડાંગમાં પડ્યો છે. ડાંગ જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. ગિરિમથક સાપુતારા વિસ્તારમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અધધ કહી શકાય એટલો 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના પગલે નદીઓ, નાળાઓ, કોતરડા અને ધોધ ગાંડાતૂર બનીને વહી રહ્યા છે. બલાલકુવા નજીક આવેલો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ છે. વરેહ નદી જળસ્તર વધતાં બ્રિજ પાણીમાં ડૂબ્યો છે. તમજ પેતરકુઈ, પીપલવાડા અને બલાલકુવા ગામનો સંપર્ક તૂટ્યો હોવાનું માલુમ પડ્યું છે. આ સાથે જ જામકુઈ, કડવીડાભરા, સામપુરા ગામનો સંપર્ક તૂટયો હોવાના અહેવાલ છે.

ડાંગ પંથકમાં મેઘાની મુશળધાર બેટિંગના કારણે તંત્રે નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દીધા છે. જ્યારે જિલ્લાના 22 જેટલા માર્ગો વાહનવ્યવહાર માટે બંધ કરાયા છે. રાહદારીઓ, વાહન ચાલકો, અને પશુપાલકોને વૈકલ્પિક માર્ગોના ઉપયોગ માટેની અપીલ કરવામા આવી છે.

આ તરફ મેઘાની સટાસટીના કારણે નવસારીના પૂર્ણા નદીની જળસપાટીમાં વધારો થયો. સુપા-કુરેલ ગામને જોડતો બ્રિજ પાણીમાં ગરકાવ બ્રિજ પાણીમાં ડૂબી જતાં અવરજવર બંધ કરી.

તો નર્મદાનો કરજણ ડેમ ઓવરફ્લો તથા કરજણ નદી બે કાંઠે રાજપીપળામાં કરજણ નદી પાસે તલકેશ્વર મહાદેવનું મંદિર ધોવાયું હતું. મંદિરની દિવાલો ધરાશાયી થતા મંદિરના પૂજારી સહિત કુટુંબના 4 સભ્યોને બહાર કઢાયા હતા.

વાત કરીએ સુરતની તો, માંડવી તાલુકાના મુંજલાવ ગામનો રસ્તો પાણીમાં ગરકાવમાર્ગ પર ખાડીના પાણી ફરી વળતા વાહનવ્યવહાર બંધ થઇ ગયો. મુંજલાવ અને બોધાણને જોડતા માર્ગ પાણીમાં ડૂબ્યો છે. તેથી સ્થાનિકો દ્વારા સાવચેતીના ભાગરૂપે રેલિંગ મુકવામાં આવી છે.

ત્યારે મહુવા તાલુકાના ઉમરા ખાતે આવેલો મધરઈન્ડિયા ડેમ થયો ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના લીધે અંબિકા નદીએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.

છોટાઉદેપુરના નસવાડીમાં એક જ દિવસમાં 3.7 ઇંચ વરસાદભારે વરસાદને પગલે હાઈસ્કૂલમાં પાણી ભરાયા. દર વર્ષે સ્કૂલમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, સાથે અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યાથી આ વર્ષે પણ આવી સ્થિતિ છે. વરસાદને પગલે નસવાડીની અશ્વિન નદીમાં પૂર આવ્યું છે. કુકાવટીથી વાઘિયા જવાનો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો છે.

વલસાડમો જોવા જઈએ તો કપરાડાના પહાડી વિસ્તારમાં તમામ નદી નાળાઓ છલકાયા હતા. ભારે વરસાદથી બૂરલા ગામ કોલક નદીનો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. કોઝવે ડુબતા ચારથી પાંચ ગામો સંપર્ક વિહોણા બન્યા ઓહળ નદી પરના કોઝવે પર પાણી ફરી વળ્યા છે. 10થી 12 પરીવારના લોકો સંપર્ક વિહોણા બન્યા છે તેમેજ જીવના જોખમે લોકો વાહનો સાથે કોઝવે પરથી પસાર થઇ રહ્યા છે.

નવસારી જિલ્લામાં ઉપરવાસમાં વરસી રહેલો વરસાદના કારણે લોકમાતા ગણાતીથી પુર્ણા , અંબિકા અને કાવેરી નદીના જળસ્તરમાં વધારો થયો છે. અંબિકા નદી બાદ કાવેરી નદીના જળસ્તરમાં પણ વધારો થઇ રહ્યો છે. ચીખલી તાલુકામાંથી વહેતી કાવેરી નદીમાં જળ સ્તર વધ્યું છે. ચીખલી નજીક આવેલો બંધારો ઓવરફલો થઇ ગયો છે. વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે હજુ પણ જળસ્તરમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓને પગલે તંત્ર એલર્ટ થઈ ગયું છે.

સુરતના રાંદેર અને કતારગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ થયો છે. ઉકાઈ ડેમનું પાણી તાપીમાં ઠલવાતા તેની સીધી અસર શહેરના કોઝ-વે પર થઈ. ઉકાઈ ડેમમાં 3.37 લાખ ક્યુસેક પાણીની આવક થઈ જેમાંથી 2.94 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું.જેના કારણે તાપી બે કાંઠે વહી અને કોઝવેની સપાટી 9.07 મીટર પર પહોંચી હતી.

તિથલ નો દરિયો તોફાની બન્યો ગુલાબ વાવાઝોડાને પગલે તિથલના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. તિથલના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદથી ત્લાયાં ગેલા સ્ટોલ ભારે પવનમાં ઉડ્યા ઘટા. ભારે પવન અને દરિયામાં કરંટને જોતા તિથલ બીચ પર પ્રવાસીઓ માટે મનાઈ ફરમાવવામાં આવી છે.

કપરાડા અને ધરમપુરના જંગલ વિસ્તારમાં વરસાદના કારણે જિલ્લાની તમામ નદીઓ બંને કાંઠે વહેતી થઇ છે. કપરાડામાં નોંધાયેલા 6 ઈંચ વરસાદના કારણે મધુબન ડેમમાં ભારે પાણીની આવક જોવા મળી.

 

આ પણ વાંચો: ભાવનગર જિલ્લાના ડેમો બાદ શહેરનું બોરતળાવ પણ છલકાયું, જુઓ દ્રશ્યો અને જાણો વિગત

આ પણ વાંચો: Bhavnagar: જિલ્લામાં ભારે વરસાદ બાદ કેટલાય ગામો બેટમાં ફેરવાયા, જાણો કેવી છે સ્થિતિ

Next Video