ગુજરાતથી જોડાયેલ છેલ્લા 24 કલાકની 5 ખાસ ખબરો

|

Jan 28, 2019 | 6:12 AM

પાસ સંયોજક હાર્દિક પટેલ લગ્ન ગ્રંથિથી જોડાયો છે. હાર્દિકે અને કિંજલ પરીખની સાથે સાદાઈથી લગ્ન કર્યો હતા. હાર્દિક અને કિંજલના લગ્ન સુરેન્દ્રનગરના દિગસર ગામમાં ઉમિયામાતાના મંદિરે યોજાયા હતા. 400 મહેમાનો લગ્નમાં હાજર રહ્યા હતા. જેમનું સાફો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતું.   Web Stories View more આજનું રાશિફળ તારીખ : 05-05-2024 મુકેશ અંબાણીએ એક જ દિવસમાં […]

ગુજરાતથી જોડાયેલ છેલ્લા 24 કલાકની 5 ખાસ ખબરો
hardik patel wedding

Follow us on

પાસ સંયોજક હાર્દિક પટેલ લગ્ન ગ્રંથિથી જોડાયો છે. હાર્દિકે અને કિંજલ પરીખની સાથે સાદાઈથી લગ્ન કર્યો હતા. હાર્દિક અને કિંજલના લગ્ન સુરેન્દ્રનગરના દિગસર ગામમાં ઉમિયામાતાના મંદિરે યોજાયા હતા. 400 મહેમાનો લગ્નમાં હાજર રહ્યા હતા. જેમનું સાફો પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યુ હતું.

 

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

જામનગરમાં ટેટની પરીક્ષા આપવા આવેલા વિધાર્થીઓએ એક બ્લોકમાં પેપરનું સીલ તુટેલુ હોવાનો આક્ષેપ કર્યા છે. આ ઉપરાંત પેપર ફુટવાના વિરોધની સામે 15 વિધાર્થીઓએ પરીક્ષા આપી ન હતી.

 

મહેસાણા જીલ્લામાં યોજાયા અનોખા ત્રી-દિવસિય સમુહ લગ્ન એક સાથે 66 યુગલોએ માંડયા પ્રભુતામાં પગલાં. મહેસાણામાં 42 કડવા પાટીદાર મંડળ દ્રારા અનોખા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. 66 યુગલોને વિન્ટેજ કારમાં લગ્ન સ્થળ પર લઈ જવામાં આવ્યા હતા. લગ્ન બાદ દરેક યુગલને હનીમુન માટે ઉદયપુર પણ લઈ જવામાં આવશે.

 

બોટાદના સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે 108 યુગલોનો સમુહલગ્નનો કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમની પત્ની અંજલી રૂપાણી સાથે હાજરી આપી હતી. જેમાં તમામ નવદંપતીને ગુજરાત સરકાર તરફથી 10 હજાર રૂપિયા અને આયોજકોને 50 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી.

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં એક પિતાએ સામાન્ય બાબતમાં થયેલા ઝઘડામાં પુત્રની હત્યા કરી નાખી. પિતાએ પોતાના યુવાન પુત્રને લાકડીના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો હતો. પુત્રએ તેના પિતા પાસેથી ટી.વીના રીચાર્જ માટે રૂપિયા માંગ્યા જે પિતાએ ન આપતા પુત્રએ ગુસ્સામાં આવીને ટી.વી જમીન પર પછાડીને તોડી નાખ્યું હતું. જેને લઈને પિતાએ લાકડીના ઘા મારી હત્યા કરી હતી.

TV9 Gujarati

 

[yop_poll id=857]

 

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article