ખેતી અને પશુપાલન એક બીજાના પૂરક વ્યવસાય છે, પરંતુ હાલના સમયમાં પશુપાલન એક અલગ વ્યવસાય તરીકે વિકાસી રહ્યુ છે. પશુપાલનને લોકો મોટા સ્વરૂપે અપનાવે અને તેમનો વિકાસ થાય તે માટે સરકાર દ્વારા નાણાંકીય સહાય આપવામાં આવે છે. પશુપાલકોને પ્રોત્સાહન મળે તેવો આ યોજનાનો હેતુ છે. આ યોજના હેઠળ પશુપાલન શરૂ કરવા માટે સરકાર દ્વારા દુધાળા પશુની ખરીદી પર વ્યાજ સહાય આપવામાં આવે છે.
આ પણ વાંચો: ખેડૂતોને મળશે વાર્ષિક રૂ.6000ની સહાય, પીએમ કિસાન સન્માન નિધી યોજના, આ રીતે કરો અરજી
પશુપાલનને પ્રોત્સાહન મળે તે માટેની આર્થિક સહાયની આ યોજનાની ખાસિયત એ છે કે તેનો લાભ સૌને મળી શકે છે. પશુપાલકો, ખેત મજુર, નાના સિમાંત ખેડુત, જમીન વિહોણા માલધારી અને શિક્ષિત બેરોજગારોને નાણાં સ્વરૂપે વ્યાજ સહાયની રકમનો લાભ મળી શકે છે. આ યોજનાનો લાભ લેવા લાભાર્થીએ સૌથી પહેલા દુધાળા પશુની ખરીદી કરવાની રહેશે. ત્યાર બાદ જ ઓછામાં ઓછા 1 અને વધુમાં વધુ 20 દુધાળા પશુઓ માટેના એકમ પર આ વ્યાજ સહાયની રકમ મળે છે. દૂધાળા પશુઓના એકમ માટે નાબાર્ડ દ્વારા નિયત કરેલ યુનિટ કોસ્ટ એટલે કે જે તે દુધાળા પશુની કિંમત અથવા બેંક દ્વારા તે પશુને ખરીદવા કરવામાં આવેલ ધિરાણ. આ બે માંથી જે ઓછી હોય તે રકમ પર વ્યાજ ગણાશે. વાર્ષિક વ્યાજની મહત્તમ ટકાવારી 12% સુધીની રાખવામાં આવી છે. આ ગણતરી મૂજબ વ્યાજની રકમ સહાય ખેડૂતને મળશે. વર્ષ 2018-19થી અમલી યોજનામાં દરેક દુધાળા પશુની કિંમત આ મુજબ નક્કિ કરવામાં આવી છે.
જાફરાબાદી ભેંસ – રૂ.70,000
બન્ની ભેંસ – રૂ.70,000
સુરતી ભેંસ – રૂ.40,000
મહેસાણી ભેંસ – રૂ.65,000
એન. ડી. ભેંસ – રૂ.40,000
ગીર ગાય – રૂ.60,000
કાંકરેજ ગાય – રૂ.40,000
એચ.એફ. સંકર ગાય – રૂ.60,000
જર્શી સંકર ગાય – રૂ.45,500
એન. ડી. ગાય – રૂ 20,000
આ યોજનાની વધારે માહિતી: https://doah.gujarat.gov.in/address-guj.htm
અરજદારે મહતમ 20 પશુઓ પર બેંકમાંથી ધિરાણ મેળવ્યા બાદ www.ikhedut.gujarat.gov.in પોર્ટલ પર ઓન લાઇન અરજી કરવાની રહેશે. આ અરજીની નકલ સંબંધિત પશુદવાખાનાના પશુચિકિત્સા અધિકારી મારફતે નાયબ પશુપાલન નિયામક અને જિલ્લા પંચાયતને મોકલવાની રહે છે. આ અરજી પત્રક સાથે ઘાસચારાની ખેતી કરવા માટેની જમીનનો 7-12નો ઉતારો, પશુઓને રાખવાના મકાન એટલે કે તબેલાના મકાનનો દસ્તાવેજ અને બેન્ક તરફથી માંગવામાં આવે તેવા દસ્તાવેજી પુરાવા આપવાના રેહેશે. આ કાર્યવાહિને અનુસરીને પશુપાલક પોતે પશુઓની ખરીદીમાં ખર્ચેલ રકમ અથવા તો મેળવેલ ધિરાણનાં વ્યાજની રકમ સહાય તરીકે મેળવી શકે છે.
Published On - 5:20 pm, Mon, 28 December 20