Navratri 2021: નોરતામાં મા અંબાના દર્શન કરવા અંબાજી જવા માંગતા હોવ તો જાણી લો આરતી-દર્શનનો સમય

|

Oct 05, 2021 | 5:55 PM

Ambaji: નવરાત્રીમાં ભક્તો ખુબ પ્રમાણમાં મા અંબાના દર્શન માટે અંબાજી ધામ જતા હોય છે. અંબાજી આવતા ભક્તોને તકલીફ ના પડે તે અર્થે નવરાત્રી દરમિયાન દર્શનનો સમય જાહેર કરવામાં આવ્યો છે.

Navratri 2021: નોરતામાં મા અંબાના દર્શન કરવા અંબાજી જવા માંગતા હોવ તો જાણી લો આરતી-દર્શનનો સમય
Time of Aarti and Darshan at Ambaji Temple during Navratri 2021

Follow us on

માતાજીનો તહેવાર નવરાત્રી નજીક આવી રહ્યો છે. નોરતામાં ભક્તો ખુબ પ્રમાણમાં મા અંબાના દર્શન માટે અંબાજી ધામ જતા હોય છે. દર વર્ષે લાખોની સંખ્યામાં આવતા માતાજીના ભક્તોને તકલીફ ના પડે તે અર્થે નવરાત્રી દરમિયાન દર્શનનો સમય (Darshan Time Ambaji) જાહેર કરવામાં આવ્યો છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક જાહરેનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ઋતુ પ્રમાણે ફેરફાર થવાથી અંબાજીમાં મા અંબાના દર્શન કરવા આવતા યાત્રાળુઓની સગવડ ખાતર દર્શનના સમયમાં ફેર્કાર કરવામાં આવ્યો છે. આ ફેરફાર આસો સુદ-1 (એકમ) ગુરૂવાર એટલે કે 7 ઓક્ટોબરથી લાગુ રહેશે. જેમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર દર્શાવવામાં આવ્યા છે. આ સમય પ્રમાણે ભક્તોએ દર્શન અને આરતીનો (Darshan and Arati) લાભ લઇ શકે છે. ચાલો તમને જણાવીએ દર્શન, આરતી અને અન્ય સમય અંગે.

અંબાજીમાં દર્શન-આરતીનો સમય

પગમાં કાળો દોરો કેમ ન બાંધવો જોઈએ? જ્યોતિષે આપ્યુ આ કારણ
Avocado Benifits : એવોકાડોમાં ક્યું વિટામીન હોય છે, એવોકાડો ખાવાના ફાયદા શું છે?
મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક

સવારની આરતી – 7:30 થી 8:00
સવારે દર્શનનો સમય – 8:00 થી 11:30
રાજભોગનો સમય – બપોરે 12:00
બપોરે દર્શનનો સમય – 12:30 થી 4:15
સાંજેની આરતી – 6:30 થી 7:00
સાંજે દર્શનનો સમય – 7:00 થી 9:00

આ ઉપરાંત નવરાત્રી અંગેના કાર્યક્રમ વિશે પણ તેમાં જણાવવામાં આવ્યું છે. જાહેરનામા પ્રમાણે નોરતામાં કાર્યક્રમ આ પ્રમાણે રહેશે

1. ઘટ સ્થાપન : આસો સુદ-2 ગુરૂવાર, તારીખ 7 ઓક્ટોબર સમય સવારે 10:30 થી 12:00
2. આઠમ : આસો સુદ-8 બુધવાર, તારીખ 13 ઓક્ટોબર, આરતી સવારે 6:00 કલાકે
3. ઉત્થાપન : આસો સુદ–8 બુધવાર, તારીખ 13 ઓક્ટોબર, આરતી સવારે 11:10 કલાકે
4. વિજયાદશમી (સમી પૂજન) : આસો સુદ-10 શુક્રવાર, તારીખ 15 ઓક્ટોબર, સમી પૂજન સાંજે 6:00 કલાકે
5. દૂધ પૌઆનો ભોગ : તારીખ 20 ઓક્ટોબર, બુધવારના રોજ, રાત્રે 12:00 કલાકે કપૂર આરતી થશે
6. આસો સૂદ પૂનમ : આસો સુદ-15 બુધવાર, તારીખ 20 ઓક્ટોબર, આરતી સવારે 6:00 કલાકે

માતાજીના દર્શન માટે જતા ભક્તો માટે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેને અનુસરીને ભક્તો દર્શન અને અન્ય કાર્યક્રમનો લાહવો લઇ શકે.

 

આ પણ વાંચો: GMC ની ચૂંટણી ફરી કરાવવાની માંગ સાથે કોંગ્રેસના ઉમેદવારનો BJP પર આક્ષેપ, ધારાસભ્ય સી જે ચાવડાએ કહી આ વાત

આ પણ વાંચો: અરવલ્લીની ભિલોડા તા.પં.ની ઉબસલ બેઠક પેટા ચૂંટણીમાં AAPની જીત, અપક્ષ પાસેથી બેઠક છિનવી

Next Article