રાજ્યમાં ધીમે ધીમે ઉનાળાની શરૂઆત અનુભવાઈ રહી છે ત્યારે અચાનક વરસાદી માહોલ ઊભો થવા જઈ રહ્યો છે જેના કારણે એક સાથે ત્રણ ઋતુઓ (Season) ભેગી થશે. રાજ્યમાં આજથી 9મી માર્ચ સુધી વરસાદ પડવાની (Unseasonal Rainfall) સંભાવના હવામાન (weather) વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી (forecast) મુજબ, 7થી 9 માર્ચ દરમિયાન છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, ભરુચ, વલસાડ, દમણ તથા દાદરા અને નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. જ્યારે સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, દાહોદ, પંચમહાલ, વડોદરા, મહીસાગર, અરાવલી, ખેડા સહિતના જિલ્લાઓમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં વરસાદ પડવાથી ફરી ઠંડીનો ચમકારો આવવાની પણ સંભાવના છે.
હવામાન વિભાગનું માનીયે તો દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં સામાન્ય વરસાદ પડશે. માવઠાને કારણે પાકમાં નુકશાનની ભીતી સેવાઇ રહી છે..જેને લઇ ધરતીપુત્રોની ચિંતમાં વધારો થયો છે. તો બીજી તરફ લઘુત્તમ તાપમાન 15થી 20 ડિગ્રી જ્યારે મહત્તમ તાપમાન 35થી 36 ડિગ્રી સુધી રહેવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
ગુજરાતમાંથી શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો છે. તેમજ રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 35 ડિગ્રીની આસપાસ નોંધાઈ રહ્યો છે. તેવા સમયે છેલ્લા બે દિવસથી લધુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે. તેમજ વાતાવરણમાં ઠંડક વધી છે. જેમાં સવારે અને રાત્રે ઠંડી અને દિવસ દરમ્યાન ગરમીનો અહેસાસ થઇ રહ્યો છે.
જ્યારે હાલ ગુજરાતમાં રાત્રે હજી ઠંડીનો ચમકારો અનુભવાય છે, જ્યારે દિવસે ઉનાળાની ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. એવામાં ફરી એક વખત રાજ્યના વાતાવરણમાં પલટો આવવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી અને નર્મદા સહિતના જિલ્લાઓમાં આજથી હળવા વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યના અન્ય ભાગોમાં ઠંડો પવન ફૂંકાઈ શકે છે. હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહીને પગલે શિયાળુ પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. જ્યારે કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોની ચિંતા વધી છે.
આ પણ વાંચો-
આ પણ વાંચો-