ઑમિક્રૉન રોગપ્રતિકારક શક્તિ તોડશે તો ત્રીજી લહેરની શકયતા વધારે છે : ડૉ.દિલીપ માવલંકર

|

Dec 06, 2021 | 5:19 PM

એપીડિમોલોજીજસ્ટ ડો.દિલીપ માવલંકરનું ઓમિક્રૉનના મ્યુટેશન વિશે નિવેદન આપ્યું છે કે "ઑમિક્રૉન મ્યુટેશનથી 50થી વધુ ફેરફાર થાય છે" "ઑમિક્રૉન વાયરસ કોષથી શરીરમાં પ્રવેશ કરે છે" ઑમીક્રૉનના જીનોમ સિક્વન્સમાં મોટા પાયે ફેરફાર થયો છે.

જો કોરોનાનો નવો વેરિઅન્ટ ઑમિક્રૉન રોગપ્રતિકારક શક્તિને તોડશે તો ત્રીજી લહેર ઝડપથી આવશે. આ નિવદેન આપ્યુ છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર એપીડિમોલોજીસ્ટ ડો.દિલીપ માવલંકરે. તેમણે ઑમીક્રૉનના મ્યુટેશન અંગે વધુમાં જણાવ્યું હતું કે “ઑમીક્રૉન મ્યુટેશનથી 50થી વધુ ફેરફાર થાય છે. જે કોષથી શરીરમાં પ્રવેશ કરે છે. 3 સપ્તાહમાં 30-40 દેશોમાં આ વાયરસ ફેલાયો છે. અને વેકસીનેટેડ થયેલા લોકોને પણ ઑમીક્રૉન થઈ રહ્યો છે. જોકે ડેલ્ટા વેવ કરતા ઑમીક્રૉન હજુ સુધી ચિંતાનું કારણ નથી. હાલ રોગપ્રતિકારક શક્તિને ઑમિક્રૉન તોડી શકશે કે કેમ તેની પર સંશોધન ચાલી રહ્યું છે. વિટામીન Dથી ઑમિક્રૉન વાયરસને ટાળી શકાય છે. જો હર્ડ ઈમ્યુનિટી આવશે તો ઑમિક્રૉન ઝડપથી નહીં ફેલાય “

એપીડિમોલોજીજસ્ટ ડો.દિલીપ માવલંકરનું ઑમિક્રૉનના મ્યુટેશન વિશે નિવેદન આપ્યું છે કે “ઑમિક્રૉન મ્યુટેશનથી 50થી વધુ ફેરફાર થાય છે” “ઑમિક્રૉન વાયરસ કોષથી શરીરમાં પ્રવેશ કરે છે” ઑમિક્રૉનના જીનોમ સિક્વન્સમાં મોટા પાયે ફેરફાર થયો છે. 30 જગ્યાએ સ્પાઈક પ્રોટીનના ફેરફાર છે. રસીની અસર ઓછી થવાની લોકોને ચિંતા છે. 3 સપ્તાહમાં 30, 40 દેશોમાં આ વાયરસ ફેલાયો છે. વેકસીનેટેડ થયેલા લોકોને પણ ઑમિક્રૉન થઈ રહ્યો છે. ડેલ્ટા વેવની ઘાતકતા વધારે હતી. ઑમિક્રૉનમાં હજુ સુધી ચિંતાનું કારણ નથી.”

આ સાથે માવલંકરે ઉમેર્યું કે “આવા સમયે માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનિટેશન જરૂરી છે. આ સમયમાં જાહેર મેળાવડા, સામાજિક પ્રસંગો જાહેરમાં ન કરવા જોઈએ. બંધ રૂમ કે હોલનો ઉપયોગ ટાળવો જોઈએ. રસીની કંપનીઓ પણ આ વેરિયન્ટની રસી બનાવવાની ચાલુ કરી દીધી છે. વિટામિન D થી આ વાયરસ ટાળી શકાય છે. હાર્ડ ઈંમ્યુનિટી હોય તો ઝડપથી ઑમીક્રૉન નહિ ફેલાય”

 

Next Video