આ મહિલાઓને મળ્યું નવા મંત્રી મંડળમાં સ્થાન, જાણો કોણ-કોણ છે?

નવા મંત્રીમંડળ રચાયું છે જેને લઈને આજે શપથવિધિ માટે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા મંત્રીમંડળને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. 3 મહિલાઓને આ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે.

આ મહિલાઓને મળ્યું નવા મંત્રી મંડળમાં સ્થાન, જાણો કોણ-કોણ છે?
new cabinet
| Updated on: Oct 17, 2025 | 11:44 AM

આજે 17 ઓકટોબરના રોજ રાજ્યના નવા મંત્રીમંડળ રચાયું છે જેને લઈને આજે શપથવિધિ માટે મહાત્મા મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે નવા મંત્રીમંડળને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સીએમ ભૂપેન્દ્ર પટેલના આ મંત્રીમંડળમાં ત્રણ મહિલાઓને સ્થાન મળ્યુ છે.

3 મહિલાઓને આ મંત્રી મંડળમાં સ્થાન

3 મહિલાઓને આ મંત્રી મંડળમાં સ્થાન મળ્યું છે. સવારે 11:30 વાગ્યે મહાત્મા મંદિરમાં શપથ સમારોહ છે. ત્યાર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નવા પ્રધાનોને શપથ લેવડાવશે. આ ત્રણ મહિલાઓના નામ મનીષા વકીલ, રીવાબા જાડેજા, અને દર્શના વાઘેલાને સ્થાન મળ્યું છે. ત્યારે ચાલો જાણીએ કોણ છે આ ત્રણ મહિલાઓ.

મનીષા વકીલ:

મનીષા વકીલ વડોદરા શહેર બેઠક પરથી ધારાસભ્ય છે અને પહેલા પણ મંત્રી રહી ચૂક્યા છે. તેમને ભૂપેન્દ્ર પટેલની સરકારની નવી કૅબિનેટમાં તેમને સમાવવામાં આવ્યાં છે. મનીષા વકીલે એમ.એ.નો અભ્યાસ કર્યો છે.તેઓ વડોદરાની શાળાનાં સુપરવાઇઝર તરીકે તથા સૉલેસ ફાઉન્ડેશનના પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યાં છે. તેઓ તેરમી ગુજરાત વિધાનસભાનાં પણ સભ્ય હતાં અને તેઓ વાંચનનો શોખ ધરાવે છે. મનીષા વકીલ ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલની પહેલી ઈનિંગમાં હતા.  મહિલા અને બાળ કલ્યાણ
છેલ્લી 3 ટર્મથી શહેરવાડી વિધાનસભાથી ધારાસભ્ય રહ્યા હતા તેમજ SC બેઠક પર 2012થી ચૂંટાઈ આવે છે

રીવા બા જાડેજા :

રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તરીકે જામનગર ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી ગુજરાત વિધાનસભાના સભ્ય છે . તેઓ 8 ડિસેમ્બર 2022 ના રોજ ચૂંટાયા હતા. રીવાબા ભારતીય ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજાના પત્ની છે.

દર્શના વાઘેલા:

દર્શના વાઘેલા ગુજરાતના એક ભારતીય રાજકારણી છે. તેઓ ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતી ગુજરાત વિધાનસભાની સભ્ય છે . તેઓ અમદાવાદ , ગુજરાતના ભૂતપૂર્વ ડેપ્યુટી મેયર હતા . તેમણે 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદ જિલ્લામાં અનુસૂચિત જાતિ સમુદાય માટે અનામત અસારવા મતવિસ્તારમાંથી જીત મેળવી હતી. તેમણે મહિલા કોલેજમાંથી બીકોમ પૂર્ણ કર્યું. તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર તરીકે બે એક વર્ષના કાર્યકાળ માટે સેવા આપી. ઓક્ટોબર 2010માં તેઓ ફરીથી ચૂંટાયા હતા.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:33 am, Fri, 17 October 25