દિવાળીમાં મીઠાઈ કે નાસ્તા બનાવતી વખતે આ ટીપ્સ તમને કામ લાગશે

દિવાળીમાં કે દિવાળી પછી પણ જો નાસ્તો, મીઠાઈ કે ફરસાણ બનાવવું હોય તો આપણે એ ઝડપથી અને વધુ સારી કેવી રીતે બને એની રીત શોધતા હોઈએ છીએ. તો આ રહી એવી કેટલીક ટીપ્સ જે તમને તહેવારોની વાનગી બનાવતી વખતે કામ લાગશે.

દિવાળીમાં મીઠાઈ કે નાસ્તા બનાવતી વખતે આ ટીપ્સ તમને કામ લાગશે
These tips will work for you when making sweets or snacks on Diwali
| Edited By: | Updated on: Nov 01, 2021 | 2:17 PM

દિવાળીમાં કે દિવાળી પછી પણ જો નાસ્તો, મીઠાઈ કે ફરસાણ બનાવવું હોય તો આપણે એ ઝડપથી અને વધુ સારી કેવી રીતે બને એની રીત શોધતા હોઈએ છીએ. તો આ રહી એવી કેટલીક ટીપ્સ જે તમને તહેવારોની વાનગી બનાવતી વખતે કામ લાગશે.

ચેવડો આમ બનાવશો તો બનશે વધુ ક્રંચી

પાતળા પૌંઆનો ચેવડો બનાવતી વખતે તેની તળવાને બદલે સારી રીતે સૂકા જ શેકી લો. તેલમાં જ્યારે વધારની સામગ્રી નાખો ત્યાર પછી ગેસ બંધ કરી દો. પછી પૌંઆ નાખો અને સારી રીતે વઘારમાં મિક્સ થઈ જાય એટલે ધીમા તાપે હલાવતા રહો. ચેવડો કરતી વખતે વઘારમાં તેલ ઓછુ વાપરવુ જોઈએ, ઓછુ લાગે તો ગરમ કરી કરીને નાખવુ. વધુ પડતા તેલવાળો ચેવડો સારો લાગતો નથી.ચેવડો બનાવતી વખતે મીઠુ મસાલા વઘારમાં નાખવાથી બધી બાજુ એક જેવો સ્વાદ લાગે છે.

ઘૂઘરા શક્કરપારા બનાવો ક્રિસ્પી

– ઘૂઘરા, શક્કરપારા બનાવતી વખતે શક્ય હોય તો તેલને બદલે ઘીનું મોણ વાપરશો તો વાનગી વધુ ક્રિસ્પી થશે.

ચકરી કુરકુરી બનાવવી છે?

– ચકરી બનાવવાનો લોટ પ્રમાણસર પલાળશો તો વધુ ફાયદો થશે, જો ખીરુ વધુ ઘટ્ટ કે પાતળુ થઈ જાય તો ચકલી કુરકુરી થતી નથી.

સેવને સ્વાદિષ્ટ કેમ બનાવશો ?

– સેવના ઝારા પર બેસન ઘસીને ગરમ તેલમાં પાડશો તો સેવ વધુ સ્વાદિષ્ટ બને છે.
– બંગાળી મીઠાઈ બનાવતી વખતે પનીર બનાવવા ગાયના દૂધનો ઉપયોગ કરવો, ગાયના દૂધનું પનીર નરમ બને છે.

કેટલીક અન્ય ઉપયોગી ટીપ્સ જાણી લો

– બંગાળી મીઠાઈ બનાવતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખજો કે ખાંડના પ્રમાણમાં પાણી 5-6ના માપમાં હોવુ જોઈએ. તેમાં રસગુલ્લા, ચમચમ વગેરે મીઠાઈઓ ઉકાળવી જોઈએ.
– તમે ગુલાબજાંબુ કે માવાની મીઠાઈ તળો એ વખતે ઘીમાં તૂટતી જણાય તો તેમા થોડો મેંદો મિક્સ કરવો જોઈએ.
– ભાખરવડી બનાવતી વખતે ખાસ ધ્યાન રાખજો કે બેસનનો લોટ બાંધો તેમાં મોણ બિલકુલ ન નાખતા. કેમકે નહીં તો તળતી વખતે તૂટી જશે.

– ઘૂઘરાને ક્રિસ્પી બનાવવા છે ?

ઘૂઘરા બનાવતી વખતે લૂઆ બનાવતા પહેલા એક મોટો રોટલો વણી તેના પર વેલણથી ખાડા પાડી દો. હવે આની ઉપર ચોખાનો લોટ અને ઘીનું મિશ્રણ લગાવી તેને રોલ કરીને તેના લૂઆ બનાવી પછી તેની પૂરી વણી લો. આ રીતે ઘૂઘરા બનાવવાથી ઘૂઘરાનુ પડ ક્રિસ્પી બનશે.

 

આ પણ વાંચો : Diwali 2021: જાણો પ્રકાશના મહાપર્વ દિવાળીના તહેવારનો ઈતિહાસ અને મહત્વ

 

આ પણ વાંચો : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સેનાના જવાનો સાથે કરશે દિવાળીની ઉજવણી, 3 નવેમ્બરે કચ્છ બોર્ડરની મુલાકાતે

Follow Us