Kutch: જિલ્લામાં પણ મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉચક્યું, ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાનો રાફડો ફાટ્યો

|

Nov 14, 2021 | 9:52 AM

Katch: રાજ્યના ઘણા વિસ્તારોમાં મચ્છરજન્ય રોગ વધતા જોવા મળી રહ્યા છે. તો આની અસર હવે કચ્છ જિલ્લામાં અને ભુજમાં પણ થઇ છે.

કચ્છ (Katch) જિલ્લામાં પણ મચ્છરજન્ય રોગચાળાએ (Mosquito epidemic) માથું ઉચક્યું છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચીકનગુનિયાના (Dengue, Malaria, Chikungunya) કેસનો રાફડો ફાટ્યો છે. ભુજમાં (Bhuj) સૌથી વધારે ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનીયાના કેસો નોંધાયા છે. કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષ નોંધાયેલા કેસોની વાત કરવામાં આવે તો સાદા મેલેરિયાના 288, ઝેરી મેલેરિયાના 10 કેસો નોંધાયા છે. જ્યારે ડેન્ગ્યુના 84 અને ચિકનગુનિયાના 13 કેસ સામે આવ્યાં છે. જેને પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.

તો બીજી તરફ વધતાં કેસો લઈને આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. અને ભુજમાં રોગચાળાને વકરતો અટકાવવા કામગીરી શરૂ કરી છે. આરોગ્ય વિભાગ દ્વારા 95 ટીમો બનાવી સર્વેલન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય વિભાગે અત્યાર સુધી 10 હજાર 457 ઘરની મુલાકાત લીધી છે. જેમાં 325 જેટલી જગ્યાએ મચ્છરના પોરા મળી આવ્યાં. જેથી દવા છંટકાવ સહિત જાગૃતિનુ કામ હાથ ધરાયુ છે.

 

આ પણ વાંચો: Children’s day 2021: ચિલ્ડ્રન્સ ડે પર તમારા બાળકને આપો આ અદ્ભુત ભેટ, આટલા પૈસા ચૂકવીને તમે ટપાલ ટિકિટ પર છપાવી શકો છો તમારા બાળકનો ફોટો

આ પણ વાંચો: Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ-ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરના લેટેસ્ટ ભાવ

Next Video