Ahmedabad : 12થી 18 વર્ષના ઉંમરવાળાને પણ અપાશે રસી, ટુંક સમયમાં બાળકો માટે રસી થશે લોન્ચ

|

Sep 22, 2021 | 6:25 PM

એક ખાનગી ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ ઝાયડસની કેડિલાની ઓક્ટોબરથી દર મહિને 1 કરોડ ડોઝ બનાવવાનું શરૂ કરી દેશે. બીજી તરફ ભારત બાયોટેકે પણ બાળકોની રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે.

કોરોનાની ત્રીજી લહેરની આશંકાઓ વચ્ચે કોરોનાની રસીને લઈને આવ્યા છે રાહતભર્યા સમાચાર. થોડા જ દિવસોમાં હવે 12થી 18 વર્ષના યુવકો પણ કોરોના પ્રૂફ બની જશે. કેમ કે, આગામી માસથી 12થી 18 વર્ષના તરુણોને કોરોનાની રસી આપવાનું શરૂ થઈ જશે. કેડિલા હેલ્થકેર આગામી મહિને બાળકોની રસી ઝાયકોવી-ડી લોન્ચ કરશે. આ રસીના ઈમરજન્સી ઉપયોગ માટે ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ મંજૂરી આપી દીધી છે.

એક ખાનગી ન્યુઝ એજન્સીના રિપોર્ટ મુજબ ઝાયડસની કેડિલાની ઓક્ટોબરથી દર મહિને 1 કરોડ ડોઝ બનાવવાનું શરૂ કરી દેશે. બીજી તરફ ભારત બાયોટેકે પણ બાળકોની રસીનું ત્રીજા તબક્કાનું પરીક્ષણ પૂર્ણ કર્યું છે. કંપનીનું કહેવું છે કે, આગામી અઠવાડિયે કંપની ત્રીજા તબક્કાના પરિણામના ડેટા ડીજીસીઆઈને સોંપશે. તો સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા પણ 2થી 12 વર્ષ સુધીના બાળકોની કોવાવેક્સ રસીનું બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ કરે છે. શરૂઆતમાં જે બાળકોને ગંભીર બીમારી હશે તેને પહેલા રસી આપવામાં આવશે. એક અંદાજ મુજબ દેશમાં 40 કરોડ બાળકો છે.

નોંધનીય છેકે દેશભરમાં હાલ કોરોના રસીકરણને લઇને પુરજોશમાં અભિયાન ચાલી રહ્યું છે. અને, કોરોનાની ત્રીજી લહેર પહેલા વધારેમાં વધારે લોકોને રસી આપવાનું સરકારનું આયોજન છે. ત્યારે હવે સૌથી મોટો પ્રશ્ન બાળકોને લઇને છે. જે પણ ટુંક સમયમાં ઉકેલાય જાય તેવી આશા સેવાઇ રહી છે.

 

આ પણ વાંચો : PM Kisan: પીએમ કિસાન યોજનાના 10માં હપ્તાને લઈને આવ્યા મોટા સમાચાર, આ મહિને આવી શકે છે પૈસા

Next Video